Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કઠોળની આયાત પરના પ્રતિબંધો માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી સંભાવના

દેશમાં ખેડૂતોની હાલત સૌથી વધારે ખસ્તા છે. ખેડૂતો માટે સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો પાકના ભાવ છે. ખેડૂતોને સૌથી વધુ નુક્સાન કઠોળના પાકમાં થઈ રહ્યું છે. કઠોળના ઓછા ઉત્પાદન છતાં ખેડૂતોને ટેકાની સમકક્ષ પણ ભાવ મળી રહ્યાં નથી. જેને પગલે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેને પગલે કઠોળના ભાવમાં સુધારો થઈ શકે છે. કઠોળની આયાત પરના પ્રતિબંધો માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે સરકાર ઈચ્છે છે કે ખેડૂતો તેમની પેદાશ માટે વળતરયુક્ત ભાવ મેળવે. એપ્રિલમાં સરકારે વેપારીઓને ડિસેમ્બર સુધીમાં ૧ લાખ ટન પીળા વટાણા, ૨ લાખ ટન તુવેર અને ૩ લાખ ટન અડદ અને મગની આયાત કરવાની મંજૂરી આપી હતી.વેપારીઓ કહે છે કે તુવેર અને અડદનુ ઉત્પાદન ઓછું અને સરકારને કઠોળની આયાત ખોલવા જણાવ્યુ છે. વેપારીઓનું કહેવુ છે કે પ્રતિબંધો ને લાગુ કરનાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલ સુચનાને સમાપ્ત કરવી જોઈએ. વર્તમાન સમયમાં કઠળના ભાવ એમએસપીથી નીચે છે. તેમજ સરકારી એજન્સીઓ પાસે ૧૧ લાખ ટનનો વિશાળ બફર સ્ટોક પણ છે.સરકારી અધિકારીએ જણાવ્યુ હતું કે આયાત પ્રતિબંધને લંબાવવાથી ખેડૂતોને સારા ભાવ મળે. કૃષિ મંત્રાલયે જણાવ્યુ હતુ કે ખરીફ કઠોળ જેવા કે તુવેર, મગ અને અડદનુ ઉત્પાદન ૯.૨૨ મિલિયન ટન થશે, જે ગત વર્ષના ૯.૩૪ મિલિયન ઉત્પાદન કરતા ઓછું છે. અત્યારે રવિ પાકોનુ વાવેતર ધીમે ધીમે વધી રહ્યુ છે. આયાત નીતિ અંગે નિર્ણય લેતાં પહેલાં ઉત્પાદન અને માગ અંગે સ્પષ્ટતા મેળવવા ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. તેમ ઈન્ડિયાન પલ્સ એન્ડ ગ્રેઈન એસોસીએશનના વાઈસ ચેરમેન બિમલ કોઠારીએ જણાવ્યુ હતુ.

Related posts

પાક.ને ઝટકો : પહેલીવાર ઇસ્લામિક સહકાર સંગઠનની બેઠકમાં ભારત, સુષમા સ્વરાજ બનશે ‘ગેસ્ટ ઓફ ઓનર’

aapnugujarat

Lightning struck at shelter house in Allahabad, 35 cows died

aapnugujarat

PM इंदिरा गांधी का किरदार निभाएंगी कंगना रनौत

editor

Leave a Comment

UA-96247877-1