Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

પાક.ને ઝટકો : પહેલીવાર ઇસ્લામિક સહકાર સંગઠનની બેઠકમાં ભારત, સુષમા સ્વરાજ બનશે ‘ગેસ્ટ ઓફ ઓનર’

ભારત ‘વિશિષ્ટ અતિથિ’ તરીકે પહેલીવાર ઇસ્લામિક સહકાર સંગઠનની બેઠકમાં સામેલ થશે. સૂત્રો મુજબ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને આગામી મહિને થનારી ઓઆઈસીની કેબિનેટ કાઉન્સિલની બેઠકના ઉદઘાટન સત્રને સંબોધિત કરવા માટે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
વિશ્લેષકો મુજબ આ ઘટનાક્રમ પડોશી દેશ પાકિસ્તાન માટે એક ઝટકા સમાન છે. કારણ કે અગાઉ પાકિસ્તાને કેટલીક વખતે આ પ્લેટફોર્મને ભારતનું અપમાન કરવા માટે ઉપયોગ કર્યો છે. પરંતુ હવે સાઉદી અરેબિયા અને અન્ય મુસ્લિમ દેશો પણ સમજી ગયા છે કે પાકિસ્તાન સાથે આ પ્રકારના સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી.
રિપોર્ટ મુજબ સુષમા સ્વરાજને સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)ના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નહ્યાન દ્વારા ૧-૨ માર્ચે અબુધાબી ખાતે થનારી વિદેશીમંત્રીઓની પરિષદના ૪૬માં સત્રના ઉદઘાટન સત્રને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું કે અમને આ આમંત્રણને સ્વીકાર કરતા ખૂશી થઈ છે. જે ભારતમાં ૧૮.૫ કરોડ મુસલમાનોની ઉપસ્થિતિ અને બહુવચનવાદી પ્રકૃતિમાં તેમના યોગદાન અને ઇસ્લામિક દુનિયામાં ભારતના યોગદાનને સ્વાગત યોગ્ય માન્યતા આપે છે.ઉપરાંત નિવેદનમાં કહ્યું કે, અમે આ આમંત્રણને યૂએઈના પ્રબુદ્ધ નેતૃત્વની ઇચ્છાના રૂપમાં જોઈએ છે. જેથી અમે ઝડપીથી વધી રહેલા દ્વિપક્ષીય સંબંધોમાં આગળ વધી બહુપક્ષીય અને અન્તરરાષ્ટ્રીય સ્તરે એક સાચી ભાગેદારીને યથાવત રાખી શકીયે. ઉપરાંત નિવેદનમાં કહ્યું કે એજન્ડામાં રાજનીતિક, સામાજિક અને આર્થિક વિષયોની સાથે-સાથે મુસ્લિમ દુનિયાની સામે આવતા પડકારો પણ સામેલ છે.

Related posts

ગુજરાતમાં ગરમીથી લોકો બેહાલ થયા

aapnugujarat

રાજકોષીય ખાદ્ય વધીને જીડીપીના ૩.૪ ટકા પહોંચી શકે છે : મૂડીઝ

aapnugujarat

देश की सबसे बड़ी होलसेल प्याज मंडी लासलगांव में एक आईटी रेड से ३० प्रतिशत गिरे प्याज के होलसेल दाम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1