Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતે એરંડાની આડમાં વાવ્યો ગાંજો

પાટણ એસઓજી ટીમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે મળી હતી.જેના આધારે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં બે થી અઢી વિધા ખેતી જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને અફીણનો જથ્થો ઝડપતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
હારીજ તાલુકાના પીપલાણાના ખેડૂત જીવણજી સરતાનજીના ભલાણા માર્ગે આવેલા તળાવ બાજુના બે થી અઢી વિઘાના ખેતરમાં એરંડાના વાવેતર વચ્ચે વચ્ચે ગાંજો તેમજ અફીણના ડોડવાના વાવેતર કર્યું હતુ જે પોલીસને બાતમી મળતાં એસ.ઓ.જી પી.આઈ. ડી.એચ.ઝાલા રાધનપુર સી.પી.આઈ.રાઠવા અને હારીજ પી.એસ.આઈ.એચ.એલ.જોશી તેમજ પોલીસ સ્ટાફે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં અંદાજિત ૫૦૦ કિલો લીલો ગાંજો તેમજ ગાજા ભેગોજ અફીણના છોડ ઝડપી પાડી ખેડૂત જીવણજી સરતનજી ઠાકોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હારિજ પી.એસ.આઈ. એચ.એલ.જોશીના જણાવ્યા મુજબ સમગ્ર લીલો ગાંજો પોલીસ સ્ટાફ જોડે કાપણી કરાવવામા આવ્યો છે. જે જથ્થાને વજન કરવાની કર્યવાહી કરી તેની કિંમત નક્કી કરી એન.ડી.પી.એસ.મુજબ ગુનો નોંધવામાં આવશે. આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Related posts

जीरो वेस्ट सिटी प्लान का शहरों में अमल सिर्फ कागज पर रहा

aapnugujarat

ભૂતકાળમાં કોઇ સરકારે ખેડૂતોની ચિંતા કરી નથી : ગણપત વસાવા

aapnugujarat

ઉત્તર ગુજરાતના પાંચ યાત્રાધામો સૌર ઊર્જા સંચાલિત બન્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1