Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ પાકિસ્તાનની ૧.૩ બિલિયન ડોલરની સહાય અટકાવી

વોશિંગ્ટન સ્થિત ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ જોખમી દુશ્મની થઈ રહી છે. તેમણે પત્રકારોને કહ્યું, “હાલમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે જોખમી બાબતો થઈ રહી છે, તે એક ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, બંને દેશો વચ્ચેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
તે જ સમયે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઉધડુ લીધું અને કહ્યું કે તેણે અમેરિકન સહાયનો ખોટો લાભ ઉઠાવ્યો છે. ટ્રમ્પે તાત્કાલિક અસરથી પાકિસ્તાનને આપવામાં આવેલી ૧.૩ બિલિયન ડોલરની સહાયને બંધ કરી દીધી છે.
પુલવામામાં સીઆરપીએફ જવાનો પરના આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત ખતરનાક જણાવ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે તેમને એવું લાગે છે કે ભારત કોઇ મોટું પગલું લેવાનું વિચારી રહ્યું છે.

Related posts

भारत को UNSC का अस्‍थाई सदस्य बनाने का 55 देशों ने किया समर्थन

aapnugujarat

इमरान खान ने रोया कश्मीर पर रोना, कर दी परमाणु युद्ध की बात

aapnugujarat

चीन ने 14 हजार किलोमीटर तक मार करने वाली मिसाइल का किया परीक्षण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1