Aapnu Gujarat
રાષ્ટ્રીય

સૌથી સફળ ફાઈઝર કંપનીનો રસીની મંજૂરી મેળવવા પ્રયાસ

દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે ભારતને ચોથી વેક્સિન મળી શકે છે. દુનિયાની સૌથી અસરકારક વેક્સિન બનાવનારી કંપની ફાઇઝર ભારતના સંપર્કમાં છે. ભારતમાં પોતાની કોરોના વેક્સિનને મંજૂરી અપાવવા માટે તે હાલ વાતચીત કરી રહી છે. ફાઇઝર અમેરિકી વેક્સિન નિર્માતા કંપની છે જે હવે ભારત આવી શકે છે. ઘણા નિષ્ણાંતોએ આ રસીને કોરોના સંક્રમણ વિરુદ્ધ સૌથી વધુ અસરકારક માની છે. આ રસીએ પોતાની તમામ ટ્રાયલમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ ૯૨ ટકાથી ૯૫ ટકા સુધી અસરકારકતા દેખાડી છે. વેક્સિનનું નામ બીએનટી૧૬૨બી૨ છે, જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ અસરકારક અને સુરક્ષિત કોરોના વેક્સિનની યાદીમાં સામેલ કરી છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થતા લોકોનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સ્થિતિ કાબુ બહાર છે. તેવામાં ભારત સરકાર વેક્સિનેશનને કોરોનાનો સામનો કરવાના સૌથી મોટા ઉપાય તરીકે જોઈ રહી છે. હાલ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન ઉપલબ્ધ છે. રશિયાની સ્પૂતનિક વીને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. ૧ મેથી દેશમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે.
ભારતમાં આવતા પહેલા ફાઇઝર કંપનીએ એક શરત રાખી દીધી છે. ફાઇઝરે કહ્યું કે, તે પોતાની કોવિડ-૧૯ વેક્સિન માત્ર સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા આપશે. તેનો મતલબ છે કે લગભગ આ વેક્સિન દેશની ખાનગી હોસ્પિટલોમાં ન મળે, જ્યાં સુધી સરકાર આ ખાનગી સંસ્થાઓને વેક્સિન ન આપે.
ફાઇઝરનો આ નિર્ણય તેવા સમયે આવ્યો છે, જ્યારે ભારતે પોતાની કોવિડ રસીકરણ રણનીતિમાં એક બાદ એક ફેરફાર કર્યા છે. તેણે કંપનીઓને વિકલ્પ આપ્યો છે કે તે થોડા વધુ ભાવમાં રાજ્યો કે ખાનગી હોસ્પિટલોને વેક્સિન વેચી શકે છે. તેના વિશે ફાઇઝરના એક પ્રવક્તાએ કહ્યું કે, કંપની ભારતમાં જરૂર વેક્સિન ઉપલબ્ધ કરાવશે પરંતુ મહામારીના આ સમયમાં તે સરકારી રસીકરમ કાર્યક્રમોને પ્રાથમિકતા આપશે.

Related posts

મોદીએ વડનગરમાં જ્યાં ચા વેચી હતી તે ટી સ્ટોલ હવે ટુરિસ્ટ સ્પોટ બનશે

aapnugujarat

મોદી કેબિનેટના નવા મંત્રીઓ એક્શન મોડમાં : તમામે ચાર્જ સંભાળ્યો

editor

ईडी ने धनशोधन मामले में मीसा भारती व अन्य के खिलाफ पूरक आरोप पत्र दायर किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1