Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાફેલ કેસ : રક્ષા મંત્રાલયથી ડિલના દસ્તાવેજો ચોરી થયા

રાફેલના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલ ઉપર પોતાના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી ફેરવિચારણા અરજી ઉપર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન એકબાજુ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલયમાંથી સોદાબાજી સાથે સંબંધિત દસ્તાવેજો ચોરી થઇ ગયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, કેટલીક ફાઇલો ચોરી થઇ ચુકી છે. એફ–૧૬ ફાઇટર જેટનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ મામલામાં સુનાવણીની આગામી તારીખ સુપ્રીમ કોર્ટે ૧૪મી માર્ચ નક્કી કરી છે. પાકિસ્તાન દ્વારા ૨૭મી ફેબ્રુઆરીના દિવસે એફ-૧૬ વિમાનથી ભારતીય લશ્કરી સ્થળો ઉપર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. આનો ઉલ્લેખ પણ આજે કરવામાં આવ્યો હતો. એટર્ની જનરલે ક્હયું હતું કે, એફ-૧૬થી મુકાબલા માટે રાફેલ ખુબ જરૂરી છે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, એફ-૧૬ ખુબ આધુનિક યુદ્ધ વિમાન છે. અમને આના કરતા વધારે સારા વિમાનની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મિગે ખુબ સારી કામગીરી અદા કરી છે જે ૧૯૬૦માં બન્યું હતું. એજીએ કહ્યું હતું કે, મામલામાં સીબીઆઈ તપાસથી રાફેલને લઇને ચાલતી ડિલને નુકસાન થશે અને આ બાબત દેશહિતમાં યોગ્ય રહેશે નહીં. કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ તરફથી દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. હવે માત્ર એક સમીક્ષા અરજી બચી છે જે યશવંતસિંહા, અરુણ શૌરી અને વરિષ્ઠ વકિલ પ્રશાંત ભૂષણની છે. આ પહેલા એટર્ની જનરલે કોર્ટમાં કહ્યું હતું કે, રાફેલ સાથે જોડાયેલા સંરક્ષણ મંત્રાલય મામલામાં કેટલીક ફાઇલો ચોરી થઇ ગઇ છે. આના પર કોર્ટે એજીને કહ્યું હતું કે, આ મામલામાં સરકારે કઇ કાર્યવાહી કરી છે તે જાણવું જરૂરી છે. બપોરે બે વાગે આ મામલામાં ફરી કાર્યવાહી શરૂ થઇ ત્યારે આમ આદમ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. એટલું જ નહીં બેંચે એએપી સાંસદ દ્વારા કોર્ટ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને પણ વાંધો ઉઠાવ્યો હતો. સંજયસિંહની અરજી ઉપર સુનાવણી કરવાનો ઇન્કાર કરતા સુપ્રમ કોર્ટે કહ્યું હતું કે, ચુકાદાના સંદર્ભમાં તેના દ્વારા આપવામાં આવેલા નિવેદન ખુબ જ અપમાનજનક છે. કોર્ટે કહ્યું હતું કે, તેઓ રિવ્યુ પિટિશન પર સુનાવણી પૂર્ણ થયા બાદ જ વાંધાજનક નિવેદન માટે સંજયસિંહની સામે કાર્યવાહી કરશે. સંરક્ષણ મંત્રાલય તરફથી સુનાવણી દરમિયાન સરકાર તરફથી એટર્ની જનરલે કહ્યું હતું કે, જે દસ્તાવેજો ઉપર એડવોકેટ પ્રશાંત ભૂષણ વિશ્વાસ કરી રહ્યા છે તે સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થઇ ચુક્યા છે. એટર્ની જનરલે એમ પણ કહ્યું હતું કે, રાફેલ ડિલ સાથે જોડાયેલા દસ્તાવેજોને જાહેર કરનાર સરકારી ગુપ્તતા કાયદા હેઠળ અને કોર્ટની અવગણનાના મામલે દોષિત છે. આના ઉપર ચીફ જસ્ટિસે એટર્ની જનરલને કહ્યું હતું કે, રાફેલ ડિલ સાથે જોડાયેલા દસ્તાવેજો ચોરી થવાને લઇને કઇ કાર્યવાહી કરવામાં આવી છે. રાફેલ પર ફેરવિચારણા અરજી ઉપર અને ખોટા નિવેદનબાજીના સંદર્ભમાં અરજી ફગાવી દેવા અપીલ કરવામાં આવી હતી. સુનાવણીની શરૂઆતમાં પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે પોતાના આદેશમાં કોર્ટની દેખરેખમાં તપાસની તેમની માંગ ઉપર સુનાવણી કરી નથી.

Related posts

ત્રણ વર્ષની અંદર ભારતના રસ્તાઓ અમેરિકા-યુરોપ જેવા બની જશે : ગડકરી

editor

કોંગ્રેસ નેતૃત્વને લખેલા પત્ર વિશે સિબ્બલે કોઈએ સાથ ના આપ્યો, ચિંતાઓ દૂર થઈ નથી

editor

વડાપ્રધાન મોદીને લઇ સનસનાટીપૂર્ણ ખુલાસા કરીશ : કુમારસ્વામી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1