Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ આવાસ : હવે કાર્પેટ વિસ્તારમાં ૩૩ ટકા વધારો

પોષાય તેવા સસ્તા મકાનોને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. સરકારે હવે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ હેઠળ સબસિડી માટે લાયક મકાનોના કાર્પેટ એરિયામાં ૩૩ ટકાનો વધારો કરી લધો છે. મિડલ ઇન્કમ ગ્રુપ સેગ્મેન્ટમાં કાર્પેટ એરિયામાં વધારો કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વધારો હવે એમઆઈજી કસ્ટમરોને વધુ ફાયદો કરાશે. સબસિડી માટે ક્વાલીફાઈ થવા એમઆઈજી કસ્ટમરોને કેટલીક વધુ શરતો પાળવી પડશે. આ ફ્લેગશીપ મિશન હેઠળ ઉપલબ્ધ લાભ મેળવવા માટે કસ્ટમરો બિલકુલ લાયક છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની મહત્વકાંક્ષી ફ્લેગશીપ યોજના હેઠળ મોટી સંખ્યામાં લોકોને લાભ મળી રહ્યા છે. કાર્પેટ એરિયાને ૧૨૦ સ્કવેર મીટરથી વધારીને ૧૬૦ સ્કેવર મીટર સુધી કરવામાં આવ્યો છે. છ લાખથી ૧૨ લાખ વચ્ચેની આવક ધરાવનાર પરિવારને એમઆઈજી-૧માં ગણી લેવામાં આવે છે જ્યારે એમઆઈજી-૨માં જે લોકોની આવક ૧૨ લાખથી ૧૮ લાખ વચ્ચેની છે તેમાં કાર્પેટ એરિયા ૧૫૦ સ્કેવર મીટરથી વધારીને ૨૦૦ સ્કેવર મીટર કરવામાં આવી રહ્યા છે. એમઆઈજી-૧ માટે વ્યાજ સબસિડી ચાર ટકા છે અને નવ લાખ રૂપિયાની આવાસ લોન માટે લાયક છે. સબસિડી માટેની રકમ ૨૩૫૦૬૮ રૂપિયા છે. આવી જ રીતે એમઆઈજી-૨ માટે વ્યાજ સબસિડી ત્રણ ટકા છે અને લાયક લોનની રકમ ૧૨ લાખ રૂપિયા છે. સબસિડી માટે અપફ્રન્ટ રકમ ૨૩૦૧૫૬ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટે હાઉસિંગ લોનની મર્યાદાને વધારી દીધી છે. આરબીઆઈએ પીએસએલ લાયકાત માટે હાઉસિંગ લોન મર્યાદા પ્રવર્તમાન મેટ્રો શહેરોમાં ૨૮ લાખ અને ૩૫ લાખ વચ્ચે કરી દીધી છે જ્યારે અન્ય સેન્ટરોમાં બે લાખથી વધારીને અઢી લાખ કરવામાં આવી છે. એમઆઈજી સેગ્મેન્ટને આશાસ્પદ વર્ગ તરીકે ગણવામાં આવે છે. હાઉસિંગ સેક્ટરમાં વધી ગયેલું કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિના કારણે સિમેન્ટ, સ્ટીલ, મશીનરી અને અન્ય સંબંધિત સેક્ટરોને પણ ફાયદો થઇ રહ્યો છે. શહેરી વિસ્તારમાં વધુ નિર્માણ પ્રવૃત્તિના લીધે સ્કીલ અને અનસ્કિલ્ડ વર્કરો માટે વધુ નોકરીની તકો સર્જાશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

किसानों के साथ घोर अन्याय कर रहे हैं प्रधानमंत्री : कृषि बिल पर सोनिया का तंज

editor

જીદ્દી ચીનને મનાવવા માટે મોદી હવે મોરચો સંભાળશે

aapnugujarat

આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિમણૂંક થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1