ભારતની ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ(એનએસજી)માં એન્ટ્રીને લઇને વિરોધ કરી રહેલા ચીનને મનાવી લેવા માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મોદી હાલમાં ચીની પ્રમુખને મળ્યા બાદ બાદ વધારે સક્રિય દેખાઇ રહ્યા છે. ચીની પ્રમુખ શિ ઝિનપિંગ સાથેની હાલમાં યોજાયેલી બેઠકમાં પણ મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મોદી પોતે હવે ચીનના મુડને બદલી નાંખવાના પ્રયાસમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ એનએસજીમાં ભારતની એન્ટ્રીનો વિરોધ કરી રહેલા ચીનની સામે હવે કોઇ કઠોર નિવેદનબાજી ન કરવા માટે કહેવામાં આવ્યુ છે. આ મામલે બન્ને દેશો વચ્ચે પહેલાથી જ કેટલીક ખેંચતાણ ચાલી રહી છે. હવે ચીનના મુડને વધારે ખરાબ નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ભારતને લાગે છે કે ડ્રેગનના મુડમાં ફેરફાર ન આવે તે દિશામાં પહેલ જરૂરીછે. આ બાબતને ધ્યાનમાં લઇને ચીનને મનાવવા માટેની જવાબદારી મોદી પોતે સંભાળવા જઇ રહ્યા છે. સુત્રોએ કહ્યુ છે કે ભારત ઇચ્છતુ નથી કે આ મામલે ચીન કોઇ કઠોર પગલુ લઇ લે. છેલ્લા થોડાક દિવસ પહેલા ભારતે ચીનની સામે કઠોર નિવેદનબાજી કરી છે. ભારતને લાંબા ગાળાથી રોકવાના પ્રયાસ ચીન દ્વારા સતત થતા રહ્યા છે. ભારતે ડ્રેગનના મુડને ખુશ કરવા માટે કેટલાક પગલા ચીનના લોકો માટે લીધા છે. જેના ભાગરૂપે ચીનના બુદ્ધીજીવી લોકોના ભારતમાં પ્રવેશના નિયમોને સરળ કરી દેવામાં આવ્યા છે. ભારત શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનમાં પાકિસ્તાનની સાથે સામેલ થઇ ગયુ છે. આ મામલે ચીને ભારતને સમર્થન આપ્યુ હતુ. ભારત અને ચીન વચ્ચે જુદા જુદા મામલે મતભેદો રહ્યા છે. જો કે તેમની વચ્ચે વાતચીતનો સિલસિલો તમામ વિષય પર જારી છે. સરહદી મુદ્દો પણ બન્ને દેશો આમને સામને રહ્યા છે.
આગળની પોસ્ટ