Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુદ્ધવિરામનો ભંગ કરી ફરી ગોળીબાર : ચાર જવાન શહીદ

સરહદ પર એકવાર ફરી પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો છે. જેમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા છે. અન્ય પાંચ ઘાયલ પણ થયા છે. જમ્મુના રામગઢ સેક્ટરના ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીએસએફના એક આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ પણ શહીદ થયા હતા. ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે ભારતે ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ નહીં ધરવાની જાહેરાત કરી છે. શનિવાર અને રવિવારના દિવસે પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની અપીલ બાદ સોમવારે સાંજે આરએસપુરા સ્થિત વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન સરહદ ઉપર ફ્લેગ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બીએસએફ અને પાકિસ્તાની રેન્જરના અધિકારી સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન ભારતે યુદ્ધવિરામ ભંગ સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો.
એકબાજુ રમઝાનના મહિના દરમિયાન ત્રાસવાદીઓ હુમલાઓ વધુ થઇ રહ્યા છે. રમઝાનના પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે પાકિસ્તાન તરફથી પાંચ મોટા હુમલા કરવામાં આવે તેવી ચેતવણી જારી કરવામાં આવી છે. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ હાલના દિવસેમાં પાંચ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. એક દિવસ પહેલા જ સોમવારના દિવસે પણ કુપવારામાં ઘુસણખોરીનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારના દિવસે છ આતંકવાદીઓ ઠાર થયા હતા. રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન છેલ્લા ૨૦ દિવસમાં ત્રણ ડઝનથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૧ સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે.બીજા બાજુ સરહદ પર પાકિસ્તાને નાપાક હરકત કરીને ગોળીબાર જારી રાખ્યો છે. ગોળીબાર હેઠળ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ગઇકાલે મંગળવારના દિવસે સવારે સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. અને સીઆરપીએફના ૧૦ જવાન ઘાયલ થયા હતા. પુલવામાં અને અનંતનાગમાં હુમલા કરવામાં આવ્યા હતા. પુલવામામાં કોર્ટ સંકુળની નજીક તૈનાત જમ્મુ કાશ્મીર પોલીસની એક ટીમને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. અનંતનાગમાં પણ સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.

Related posts

४० किमी रोजाना सड़क निर्माण का लक्ष्य कठिन नहीं : गडकरी

aapnugujarat

भारत अब एशिया में सबसे कम टैक्स दरों वाला देश : केशव प्रसाद मौर्य

aapnugujarat

ભાજપ સાથે છેડો ફાડવાનો હાલમાં ટીડીપીનો ઇનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1