Aapnu Gujarat
ગુજરાત

સગીર વયે શારીરિક સંબંધ બાંધવામાં દસ વર્ષની સજા : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે પોક્સો(પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને સંમતિથી શરીર સબંધ બાંધવા બદલ લઘુતમ ૧૦ વર્ષની કેદની સજા આપવાનો નિર્દેશ કરતો મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે અગત્યની નોંધ કરતાં ઠરાવ્યું હતું કે, નાની ઉંમરે સંમતિથી પણ સંભોગ કરો તો કાયદો માફ કરી શકે નહી. પોક્સોના આ કાયદામાં જ ૧૦ વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે આ માટે કોઈ અધિકાર પણ રહેતો નથી. આ પ્રકારના કિસ્સામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે.હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ ‘સ્ટેટ્યૂટરી ગુના’ માટે ૧૦ વર્ષની આકરી કેદ આજની પેઢીએ ન ભોગવવી પડે તે માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની રહેશે. જાહેર હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોકસો એકટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્‌લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર જાહેરખબર પ્રસિદ્ધ કરીને જાગૃતિ ફેલાવે. જેથી બાળકો, વાલીઓ અને સામાન્ય લોકોને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થઈ શકે. એટલું જ નહી, હાઇકોર્ટે શાળાઓ અને કોલેજીસમાં પણ જાગૃતિ અભિયાન કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર સત્તાધીશોને આ હુકમની અમલવારી સંદર્ભે જરૂરી પગલાં પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો હતો. દેવભૂમિ દ્વારકાના પોક્સોના એક કેસમાં આરોપીને નીચલી કોર્ટે ગત તા.૨૮-૪-૨૦૧૭ના રોજ સાત વર્ષની સજા ફટકારી હતી. જેથી આ સજા વધારવાના હેતુસર રાજય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ અપીલ કરાઇ હતી, જેમાં હાઇકોર્ટે સરકારપક્ષની અપીલ ગ્રાહ્ય રાખી આરોપીને દસ વર્ષની સજા ફટકારી હતી અને ચુકાદામાં પોક્સો એકટની જોગવાઇઓને સ્પષ્ટ કરી હતી.

Related posts

૧૧-૦૮-૨૦૧૭ના રોજ રાજ્ય સરકારની ટેબલેટ યોજના અંતર્ગત અમદાવાદ ખાતે યોજાશે રાજ્યસ્તરનો સમારોહ

aapnugujarat

સુરેન્દ્રનગર ખાતે ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં હજારો કાર્યકરોએ ભવ્ય વિજયના સંકલ્પ લીધા

aapnugujarat

एलजी अस्पताल के बाहर डॉक्टर के खिलाफ कोई कार्रवाई न होने से प्रदर्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1