Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર ખાતે ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં હજારો કાર્યકરોએ ભવ્ય વિજયના સંકલ્પ લીધા

આજરોજ સુરેન્દ્રનગર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત હજારો કાર્યકરોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમની આક્રમક શૈલીમાં આવનારી લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રેરક માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માં ભારતીને વિશ્વગુરુ પદે પ્રસ્થાપિત કરવાની ચૂંટણી છે. દેશનું સુંદર ભાવિ સુનિશ્ચિત કરવા માટેની ચૂંટણી છે. ૧૯૯૨માં આતંકના ઓથાર વચ્ચે શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવનાર નરેન્દ્ર મોદીનું સમર્થ નેતૃત્વ પુનઃ પ્રાપ્ત કરવાની આ ચૂંટણી છે. દેશની સુરક્ષા અને સલામતી માટે સમર્થ અને સક્ષમ નેતૃત્વ પસંદ કરવા માટેની આ ચૂંટણી છે. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે ડૉ. મહેન્દ્ર મુંજપરાની પસંદગી અંગે આનંદ વ્યક્ત કરતા પ્રદેશ પ્રમુખશ્રીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ૫૦ વર્ષમાં સાડા ૮ લાખ દર્દીઓની સેવા થકી ડૉ. મુંજપરાએ સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં પોતાના સત્તકાર્યોની સુવાસ ફેલાવેલી છે. ડૉ. મુંજપરાની પસંદગીથી કોંગ્રેસવાળા મુંજાઇ ગયા છે. સુરેન્દ્રનગર વિધાનસભાની પેટાચૂંટણી માટે પોતાના મતક્ષેત્રમાં સેવાકાર્યો કરનાર પુરૂષોત્તમ સાબરિયાના સત્તકાર્યોનો પણ પ્રદેશ પ્રમુખે આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. ડૉ. મહેન્દ્ર મુંજપરા અને પુરૂષોત્તમ સાબરિયાનો વિજય નિશ્ચિત છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વવિહિન છે. પ્રજા તો દુર પરંતુ પોતાના કાર્યકરોની લાગણીને સમજવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ રહી છે. તેથી જ કોંગ્રેસના અનેક આગેવાનો, કાર્યકરો આજે ભાજપામાં જોડાઇ રહ્યા છે.
આજથી ૧૫-૨૦ વર્ષ પહેલા સુરેન્દ્રનગર પાણીની, મૂળભુત સુવિધાઓની શું પરિસ્થિતિ હતી ? તે વિશે પ્રદેશ પ્રમુખે સૌને યાદ અપાવી હતી. પાણીનાં ટેન્કરોનું રાજ હતું. પાણીની બાબતોએ પડાશીઓ વચ્ચે વાદવિવાદ થતા. ભાજપાનું શાસન આવ્યા પાછી સુરેન્દ્રનગરમાં પીવા તથા સિંચાઇના પાણીની વ્યવસ્થા સુચારૂ રૂપે ગોઠવાઇ છે. પરંતુ કોંગ્રેસને તે બાબતોનોય યેનકેન પ્રકારે વિરોધ કરવો છે. સારુ કામ કરવું નથી અને કોઇ સારુ કાર્ય કરે તો તેનો વિરોધ કરવો તે કોંગ્રેસની નીતિ રહી છે.
ભારત કહે અને દુનિયા કરે – તેવા ગૌરવવંતા દેશના નિર્માણ કરવાનું નેતૃત્વ નરેન્દ્ર મોદીના હાથમાં સોંપવાની આ ચૂંટણી છે, કોંગ્રેસ તેનાથી થાય તેટલા તમામ પ્રયત્નો કરી લે પરંતુ, ભાજપાના કાર્યકર્તાઓના સંકલ્પથી કોંગ્રેસના ભાંગીને ભુક્કા થવાના છે તે બાબત નક્કી છે.
આવો, મા ભારતીને પરમ વૈભવના શિખરે લઇ જવાના સંકલ્પ સાથે પ્રજાની વચ્ચે ભાજપાની વિચારધારાને આત્મવિશ્વાસથી લઇ જઇએ અને ભવ્ય વિજય પ્રાપ્ત કરીએ – તેવી હાકલ કરીને પ્રદેશ પ્રમુખશ્રીએ તેમનું વક્ત પૂર્ણ કર્યુ હતુ.
આજના સંમેલનમાં કોંગ્રેસના સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિત ચાર જીલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ વિપક્ષના નેતા તેમના સાથી કાર્યકરો સાથે ભાજપામાં જોડાયા હતા.
આજના આ વિજય સંકલ્પ સંમેલનમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર મુંજપરા, વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર પુરૂષોત્તમ સાબરિયા, ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ શંભુનાથજી ટુંડીયા, પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા, ભાજપા પ્રદેશ અગ્રણીઓ, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો સહિત સુરેન્દ્રનગરના તમામ અગ્રણીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિત હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

NCPL યોજના હેઠળ વડોદરામાં ૧૦ તાલીમ વર્ગોમાં ૧૮૪ જેટલા બાળકો તાલીમ લઇ રહ્યા છે : કલેકટર શ્રીમતી પી.ભારતી

aapnugujarat

अहमदाबाद में अभी तक २० इंच बारिश हुई

aapnugujarat

પંચાયત તલાટીઓની પગાર વિસંગતા દૂર કરવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1