Aapnu Gujarat
ગુજરાત

NCPL યોજના હેઠળ વડોદરામાં ૧૦ તાલીમ વર્ગોમાં ૧૮૪ જેટલા બાળકો તાલીમ લઇ રહ્યા છે : કલેકટર શ્રીમતી પી.ભારતી

 કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયની સુચના મુજબ વડોદરા શહેર/જિલ્લામાં બાળ શ્રમિકોના શૈક્ષણિક પુન:વસન માટે નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ સોસાયટીની જિલ્લા કલેકટર શ્રીમતી પી.ભારતીના વડપણ હેઠળ રચના કરવામાં આવી છે. કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ગઇકાલે સોસાયટીની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી. કલેકટર શ્રીમતી પી.ભારતીએ જણાવ્યુ કે NCPL યોજનાનો હેતુ બાળ શ્રમિકોના શૈક્ષણિક પુન:વસન માટેનો છે. વડોદરા શહેર જિલ્લામાં ગત વર્ષે સર્વે દરમિયાન ૧૬૧૧ બાળ શ્રમિકો મળી આવ્યા હતા. આ બાળકોના શૈક્ષણિક પુન:વસન માટે ૧૭ જેટલા ખાસ તાલીમ વર્ગો (બ્રિજ સ્કૂલ)ની મંજૂરી મળી છે. જે પૈકી ૧૦ તાલીમ વર્ગોમાં કુલ ૧૮૪ જેટલા બાળકો તાલીમ લઇ રહ્યા છે. આ બાળકોને પ્રતિમાસ રૂ.૪૦૦ જેટલુ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. કલેકટરશ્રીએ ઉમેર્યુ હતુ કે સર્વે દરમિયાન મળી આવેલ ૯ થી ૧૪ વર્ષના બાળકોના શૈક્ષણિક પુન:વસન માટે જ્યાં ૧૫ થી વધુ બાળકો હોય ત્યાં ખાસ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. કલેકટરશ્રીએ તાલીમ વર્ગોમાં દાખલ થતા તમામ બાળકોના આધારકાર્ડ અને બેંકખાતા ખોલવાની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. મદદનીશ શ્રમ આયુક્ત સંગીતાબેન મેકવાન સોસાયટીની કામગીરીની વિગતો આપી હતી. આ બેઠકમાં પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી કમલેશ રાજયગુરૂ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ તથા સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

બીઆરટીએસ કોરીડોરના રસ્તા ખરાબ

aapnugujarat

હાર્દિકનાં આવાસ ઉપર મીડિયા કર્મીઓની સાથે ખરાબ વર્તન

aapnugujarat

શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે : કોટડિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1