Aapnu Gujarat
રમતગમત

બીસીસીઆઈ ઓફિસમાં ઇન્કમ ટેક્સની તપાસ

વાનખેડે સ્ટેડિયમમાં સ્થિત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ઓફિસમાં કેન્દ્રીય ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ આશરે ૧૫ કલાક સુધી બોર્ડના દસ્તાવેજોની ચકાસણી કરી છે. ચકાસણી કરવામાં આવ્યા બાદ સંબંધિતોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોડી રાત્રે આ સર્વેની કામગીરી છોડીને બીસીસીઆઈની મુખ્ય ઓફિસ અને મુખ્ય કારોબારી અધિકારી રાહુલ જોહરી અને ચીફ ફાઈનાન્સ ઓફિસર સંતોષ રંગનેકરને પુછપરછ માટે નોટિસ ફટકારીને પોતાની ચરણી રોડ સ્થિત ઓફિસમાં બોલાવ્યા હતા. આઈટી વિભાગે આ બંનેને આજે બપોરે ત્રણ વાગે ઉપસ્થિત થવા માટે કહ્યું હતું. આવકવેરા વિભાગના આ અધિકારી ગયા સપ્તાહમાં ગુરુવારના દિવસે બોર્ડની મુખ્ય ઓફિસમાં પહોંચ્યા હતા. આઈટી વિભાગના અધિકારીઓએ ટીડીએસ કાપ અને સ્ટેટમેન્ટ સાથે સંબંધિત મામલાઓ માટે આ ચકાસણી કરી હતી. વિભાગ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
બોર્ડ દ્વારા આઈટી વિભાગમાં જે નાણા જમા કરાવ્યા હતા તે યોગ્ય છે કે કેમ. બીસીસીઆઈ એક પ્રકારની ટીડીએસ સ્ટેટમેન્ટ માટે વાર્ષિક કરોડો રૂપિયાની ચુકવણી કરે છે. પાંચમી જાન્યુઆરીના દિવસે સર્વેની કામગીરી વહેલી પરોઢ સુધી ચાલી હતી. તે વખતે આઈટી વિભાગના અધિકારીઓ બોર્ડની ઓફિસમાં ચોથી જાન્યુઆરીના દિવસે રાત્રે અગિયાર વાગે પહોંચ્યા હતા.

Related posts

एक टीम के तौर पर हम पूरी तरह नाकाम रहे : हफीज

aapnugujarat

કિંગ્સ ઈલેવનનાં ખેલાડી વરૂણ ચક્રવર્તી ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર

aapnugujarat

सैयद मुश्ताक अली ट्राफी में खेलेंगे कुलदीप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1