Aapnu Gujarat
ગુજરાત

બીઆરટીએસ કોરીડોરના રસ્તા ખરાબ

અમદાવાદ શહેરમાં તુટી ગયેલા રસ્તાઓ હજુ રીસરફેસ કરી શકાયા નથી ત્યા જનમાર્ગ દ્વારા અમદાવાદ શહેરમા બનાવવામા આવેલા બીઆરટીએસ કોરીડોરના રસ્તાઓ રીસરફેસ કરવા પાછળ રૂપિયા ૧૩ કરોડ જેટલી જંગી રકમનો ખર્ચ કરવામા આવશે.આ અંગે મળતી માહીતી અનુસાર,અમદાવાદ શહેરમાં જુલાઈ માસમાં જેમ મુખ્ય અને આંતરીક રસ્તાઓ મળીને કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે તેવી રીતે જનમાર્ગ અમદાવાદ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમા મળીને જે ૯૭ કિલોમીટરના કોરીડોર બીઆરટીએસ બસ દોડાવવા માટે બનાવવામા આવ્યા છે તે પૈકી ૫૨ કિલોમીટરના રસ્તાઓના રીસરફેસીંગ માટે કુલ મળીને ૧૩ કરોડ રૂપિયા જેટલી જંગી રકમનો ખર્ચ કરવામા આવશે.આ અંગે જનમાર્ગના સૂત્રોનુ કહેવુ છે કે,અમદાવાદ શહેરના સામાન્ય રસ્તાઓના રીસરફેસીંગ અને બીઆરટીએસ કોરીડોરના રીસરફેસીંગ વચ્ચે ઘણુ અંતર છે.શહેરના સામાન્ય રસ્તાઓની રીસરફેસીંગની કામગીરી રસ્તાની પહોળાઈ ઉપર આધાર રાખતી હોય છે જ્યારે બીઆરટીએસ માટે જે કોરીડોર છે તે માટે ખાસ ટેકનોલોજીની મદદ લેવામા આવતી હોય છે આજ કારણથી બીઆરટીએસના તુટેલા ૫૨ કિલોમીટરના રસ્તાઓ રીસરફેસકરવા ૧૩ કરોડ જેટલી જંગી રકમનો ખર્ચ કરવામા આવશે આ એવા કોરીડોર છે કે જે ડીફેકટ લાયબલિટીમાં આવતા નથી.અમદાવાદ શહેરમા બીઆરટીએસના જે કોરીડોર તુટી જવા પામ્યા છે તેમા રખીયાલથી ઓઢવ,ઓઢવથી વિરાટનગર,નરોડાથી અમીપુર,ઈસ્કોનથી બોપલ-ઘુમા,શિવરંજની, સાબરમતી પાવરહાઉસથી ઓએનજીસી,ઓએનજીસીથી ૨૦૦ ફૂટ રીંગરોડના કોરીડોરનો સમાવેશ થાય છે.

Related posts

પરમીટ દારૂના ભાવ વધતા ગુજરાતમાં વેચાણને અસર

aapnugujarat

इले. एक्ट की धारा-६८ की संविधानीय कानूनता को चुनौती : हाईकोर्ट में किसानों की रिट याचिका

aapnugujarat

કેસરડી જોધલપીરના વંશજ શ્રી લાલદાસ બાપુએ રાણકીવાવની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1