Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયાનો તોતિંગ વધારો

સામાન્ય લોકો પર વધુ મોંઘવારીની માર પડનાર છે. કારણ કે, સબસિડીવાળા રાંધણ ગેસ (એલપીજી)ની કિંમતમાં આજે પ્રતિ સિલિન્ડર સાત રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો હતો. દર મહિને કિંમતમાં વધારો કરવાના સરકારના નિર્ણય મુજબ આ વધારો આજે અમલી કરવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષના અંત સુધી તમામ સબસિડીને નાબૂદ કરવાની ઇચ્છા સરકારે રાખી છે જેના ભાગરુપે દર મહિને સિલિન્ડરની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આગામી વર્ષે માર્ચ સુધી તમામ સબસિડીને નાબૂદ કરવાની યોજના કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. સબસિડીવાળા ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં ૪૮૭.૧૮ રૂપિયા થશે જે હજુ સુધી ૪૭૯.૭૭ રૂપિયા હતી. દેશના સૌથી મોટા ફ્યુઅલ રિટેલર દ્વારા આજે આમુજબની માહિતી આપવામાં આવી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધારે નાણા ચુકવવા પડશે. ૩૧મી જુલાઈના દિવસે લોકસભામાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સરકારે સરકારી ઓઇલ કંપનીઓને એલપીજીની કિંમતમાં દર મહિને ચાર રૂપિયાનો વધારો કરવા માટે કહ્યું છે. જો કે, રેટમાં પહેલી ઓગસ્ટના દિવસે પ્રતિ સિલિન્ડર ૨.૩૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ કંપનીઓને આના કારણે ભારે અસર થઇ રહી છે. ગયા વર્ષે જુલાઈ મહિનાથી મહિને બે રૂપિયા વધારો કરવાની પોલિસીને અમલી બનાવવા આવ્યા બાદથી સબસિડીવાળા એલપીજીના રેટમાં પ્રતિ સિલિન્ડર ૬૮ રૂપિયા સુધીનો વધારો થઇ ચુક્યો છે. જૂન ૨૦૧૬માં ૧૪.૨ કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરની કિંમત ૪૧૯.૧૮ રૂપિયા હતી. અગાઉ સરકારે આઈઓસી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને દર મહિને વેટ સિવાય ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર બે રૂપિયાનો વધારો કરવા માટે આદેશ કર્યો હતો. આ પ્રમાણ હવે બે ગણું કરી દેવામાં આવ્યું છે. સબસિડીને શૂન્ય કરવાના હેતુસર આ રકમ બે ગણી કરવામાં આવી છે. દરેક પરિવારને એલપીજી સબસિડીવાળા ગેસ સિલિન્ડર ૧૨ એક વર્ષમાં આપવામાં આવે છે. ત્યારબાદથી જો કોઇ પરિવારને જરૂર પડે તો ગેસ સિલિન્ડરને માર્કેટ કિંમતે ખરીદવાની ફરજ પડે છે. બિન સબિસીડીવાળા એલપીજી ગેસ સિલિન્ડર અથવા તો માર્કેટ કિંમતે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૭૩.૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે તેની કિંમત સિલિન્ડરદીઠ ૫૯૭.૫૦ રૂપિયા થઇ છે. આ રેટ છેલ્લે સુધારો કરીને ૪૦ રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો હતો. એક સાથે ઓઇલ કંપનીઓએ એટીએફની કિંમતમાં પણ વૈશ્વિક વધારાને ધ્યાનમાં લઇને વધારી દીધો છે. એટીએફ અથવા તો જેટ ફ્યુઅલની કિંમત પ્રતિ ેલીટર ૫૦૦૨૦ થઇ છે જે ૪૮૧૧૦ રૂપિયાના અગાઉની કિંમત કરતા ૧૯૧૦ રૂપિયા વધારે છે. આ વધારો પહેલી ઓગસ્ટથી અમલી કરવામાં આવેલા ૨.૩ ટકાના વધારાથી અલગ છે. આવી જ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે ઉપલબ્ધ કેરોસીનની કિંમતમાં પ્રતિલીટર ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે કેરોસીનના ક્ષેત્રમાં પણ સબસિડીને નાબૂદ કરવા માટે આજ નીતિ અપનાવી છે. ગયા વર્ષે પહેલી જુલાઈ બાદથી કેરોસીન ઉપર આ નીતિ અમલી કરાઈ છે. ત્યારબાદથી રેટમાં દર પખવાડિયે પ્રતિલીટર ૨૫ પૈસાનો વધારો થઇ રહ્યો છે.

Related posts

राहुल ने मोहन मरकाम को छत्तीसगढ़ प्रदेश कांग्रेस कमिटी का अध्यक्ष बनाया

aapnugujarat

पाकिस्तान पूरी दुनिया के लिए खतरा हैं : शिवसेना

aapnugujarat

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1