Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જાટ અનામત ઉપર સ્ટે હજુ અકબંધ : હાઈકોર્ટનો આદેશ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે જાટ સમુદાય સહિત છ જાતિને અનામત આપવા ઉપર પ્રતિબંધ જાળવી રાખ્યો છે. અલબત કોર્ટે હરિયાણા પછાત વર્ગ એક્ટ ૨૦૧૬ની બંધારણીય કાયદેસરતાને જાળવવાનો નિર્ણય કર્યો છે. આ મામલા સાથે સંબંધિત અરજીને રાષ્ટ્રીય પછાત વર્ગની પાસે મોકલીને ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી રિપોર્ટ આપવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ મુજબ હરિયાણા સરકારને ૩૦મી નવેમ્બર સુધી પછાત વર્ગ આયોગને ડેટા આપી દેવા પડશે. ૩૧મી ડિસેમ્બર સુધી આ ડેટાને લઇને વાંધાઓ રજૂ કરી શકાશે. ૩૧મી માર્ચથી પહેલા પછાત વર્ગ આયોગને જાટ અનામત ઉપર નિર્ણય લેવાની જરૂર પડશે. હાઈકોર્ટમાં આ આદેશની સાથે જ જાટ સમુદાયને અનામત આપવા અથવા તો નહીં આપવાના નિર્ણયને પછાત વર્ગ પંચ ઉપર છોડી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં આ સંદર્ભમાં અરજી ભિવાનીના મુરારીલાલ ગુપ્તાની અરજી ઉપર સુનાવણીહાથ ધરવામાં આવી હતી. તેઓએ પોતાની અરજીમાં સરકારના નિર્ણયને પડકાર ફેંકીને અનેક તર્કદાર દલીલો કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સરકારે જાટ સમુદાયના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હરિયાણા સરાકરે જાટની સાથે સાથે શીખ, બિશ્નોઇ, ત્યાગી, મુલ્લા, જાટ, મુસ્લિમ જાટને અનામત આપવા માટે પછાત જાતિઓના શિડ્યુઅલ ત્રણ જારી કરીને આ જાતિને બ્લોક સી, બ્લોક બીસી-સી કેટેગરીમાં અનામતનો લાભ આપવામાં આવ્યો હતો. અનામતની જોગવાઈ હેઠળ જાટ સહિત આ છ જાતિઓને ત્રીજી અને ચોથી કેટેગરીની નોકરીમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી જ રીતે પ્રથમ અને બીજી કેટેગરીની નોકરીમાં આ જાતિને છ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી.

Related posts

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત

aapnugujarat

તમામ સંસદીય ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલાશે

aapnugujarat

વીરભદ્રને ફટકો : એફઆઈઆર રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1