Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિમાની યાત્રા ૧૦૦ રૂપિયા સુધી મોંઘી : યાત્રી પર બોજ

મેટ્રો શહેરો અને અન્ય મોટા શહેરો વચ્ચે સંચાલિત થનારી સ્થાનિક ફલાઇટો આજથી ૧૦૦ રૂપિયા સુધી મોંઘી થઇ ગઇ છે. કારણ કે રિઝનલ કનેક્ટીવીટી સેસને લાગૂ કરી દેવામાં આવ્યો છે. સરકારે દરેક સ્થાનિક ઉડ્ડયન પર ૫૦૦૦ રૂપિયા ચાર્જ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે જેની મદદથી એક રિઝનલ કનેક્ટીવીટી ફંડની રચના કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ સ્થાનિક ઉડ્ડયનોમાં ભાડાની મહત્તમ મર્યાદાને ૨૫૦૦ પ્રતિ કલાક સુધી મર્યાદિત કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલની કિંમતમાં પણ વધારો થઇ ગયો છે. જેના પરિણામ સ્વરુપે આની સીધી અસર પણ યાત્રીઓ ઉપર થશે. વિમાની યાત્રા આના કારણે વધુ મોંઘી બની શકે છે. ઓઇલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની કિંમતમાં જંગી વધારો કર્યો છે તેની કિંમતમાં આશરે ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં દાખલારુપે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ એટીએફની કિંમત હવે પ્રતિલીટર ૫૦૦૨૦ રૂપિયા થશે જ્યારે ઓગસ્ટ મહિનામાં આની કિંમત ૪૮૧૧૦ રૂપિયા હતી. આજ કારણસર આવનાર તહેવારોની સિઝનમાં વિમાની યાત્રા વધુ મોંઘી થઇ શકે છે. એરલાઈન્સનું કહેવું છે કે, આની સીધી અસર ભાડા ઉપર કેટલી થશે તે અંગે વાત કરવી સરળ નથી પરંતુ એક બાબત નક્કી છે કે, ઓપરેટિંગ કોસ્ટની અસર ગ્રાહકોના ખીસા ઉપર ચોક્કસપણે થશે. એક એર લાઇન અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, રિઝનલ સેસ અને એટીએફની વધી ગયેલી કિંમત શુક્રવારથી અમલી બની ગઇ છે. આનો મતલબ એ થયો કે યાત્રી ભાડામાં ચોક્કસપણે વધારો થશે. તહેવારની સિઝનમાં યાત્રીઓની સંખ્યામાં પહેલાથી જ નોંધપાત્રરીતે વધારો થઇ ગયો છે. આવી સ્થિતિમાં યાત્રીઓ માટે સારી બાબત એ રહેશે કે એડવાન્સમાં ટિકિટ બુક કરાવી લેવામાંઆવે. એરલાઈન્સ અધિકારીઓનું કહેવું છે કે, પ્રતિ ફ્લાઇટ ૫૦૦૦ રૂપિયા સેસના પરિણામ સ્વરુપે ભાડામાં ૫૦થી ૧૦૦ રૂપિયાનો વધારો થઇ ગયો છે. પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આના માટે ફ્લાઇટ ટિકિટ ઉપર બે રૂપિયાનો સરચાર્જ લાગૂ કરવા માટેની વિચારણા કરી હતી પરંતુ અરુણ જેટલી પિયુષ ગોયેલ જેવા પ્રભાવશાળી કેન્દ્રીયમંત્રીઓના વિરોધના પરિણામ સ્વરુપે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, પ્રતિ ફ્લાઇટ ૮૦૦૦ રૂપિયા સેસ લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ આને ઘટાડીને ૫૦૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનાથી યાત્રીઓ ઉપર માત્ર ૫૦-૧૦૦ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

 

Related posts

दूसरे कार्यकाल में जेटली नहीं बनेंगे वित्त मंत्री : सूत्र

aapnugujarat

ચાબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતે સંભાળી, પાક અને ચીનને ઝાટકો

aapnugujarat

मणिपुर न्यायेतर हत्या मामले : पीठ पुनर्गठित करने पर SC हुआ सहमत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1