Aapnu Gujarat
મનોરંજન

રાધિકા આપ્ટે ભાવેશ જોશી ફિલ્મને લઇ ખુશ

પોતાની ભૂમિકા માટે હમેંશા ચાહકો અને ટિકાકારો તરફથી પ્રશંસા મેળવી લેનાર અભિનેત્રી રાધિકા આપ્ટે હવે ભાવેશ જોશી નામની પોતાની ફિલ્મને લઇને ભારે ઉત્સુક છે. આ ફિલ્મ એક શક્તિશાળી ગુજરાતી વ્યક્તિ પર આધારિત છે. ફિલ્મમાં હર્ષવર્ધનની મુખ્ય ભૂમિકા દેખાઇ રહી છે. આ ફિલ્મ ૨૫મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે અક્ષય કુમારની સાથે પેડમેન નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે બજાર અને અન્ય ફિલ્મો છે. જે તમામ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. રાધિકાના ચાહકો માટે સારા સમાચાર છે. બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે રહેલી અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની છાપને બદલી નાંખવા માટે ઇચ્છુક છે. તે યાદગાર ભૂમિકા કરવા માંગે છે. થોડાક સમય પહેલા તે સુપરસ્ટાર રજનિકાંતની સાથે કાબલી ફિલ્મમાં નજરે પડી હતી. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે તે નવી નવી બોલિવુડમાં પ્રવેશ કરી રહેલી અભિનેત્રીઓને લઇને બિલકુલ અસલામત અનુભવ કરતી નથી. તેની પાસે અનેક ફિલ્મોની ઓફર આવી રહી છે. જો કે તે અન્યોની જેમ ઉતાવળમા ંકોઇ રોલ કરવા માંગતી નથી. તે પોતાની ફિલ્મોમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવા માંગે છે. ભાવેશ જોશી નામની ફિલ્મની જાહેરાત વર્ષ ૨૦૧૪માં કરવામાં આવી હતી. જો કે કેટલાક કારણોસર ફિલ્મને રોકી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ ફરી આગળ વધી રહી છે. પહેલા આ ફિલ્મમાં સિદ્ધાર્થને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Related posts

શાહરૂખ ખાનનાં અલીબાગ સ્થિત ફાર્મહાઉસ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો કબજો

aapnugujarat

कैमियो निभाने के खिलाफ नहीं हूं : भूमि

aapnugujarat

કૃષ્ણા અભિષેક ગોવિંદાનો ચહેરો નથી જાેવા માંગતો

editor

Leave a Comment

UA-96247877-1