Aapnu Gujarat
મનોરંજન

શાહરૂખ ખાનનાં અલીબાગ સ્થિત ફાર્મહાઉસ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો કબજો

અભિનેતા શાહરુખ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇન્કમ ટેક્સ વિભાગે શાહરુખ ખાનના અલીબાગ ફાર્મ હાઉસ ઉપર કબજો જમાવી લીધો છે. બેનામી સંપત્તિ ધારા હેઠળ ડિસેમ્બર મહિનામાં આવકવેરા વિભાગે શાહરુખ ખાન સામે નોટિસ જારી કરી હતી. સાથે સાથે ફાર્મ હાઉસ ઉપર કબજો જમાવી લેવા માટે કહ્યું હતું પરંતુ આ દિશામાં ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
મહારાષ્ટ્રમાં બીચ શહેર ગણાતા અલીબાગમાં સ્થિત શાહરુખ ખાનના દેજાવુ ફાર્મ પ્રાઈવેટ લિમિટેડ ઉપર આવકવેરા વિભાગે આજે કબજો જમાવ્યો હતો. આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા આઈટી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, બેનામી સંપત્તિ એક્ટની કલમ ૨૪ હેઠળ જો તપાસ અધિકારી એમ માને છે કે, વ્યક્તિ બેનામીદાર છે તો તેમની સામે સંપત્તિ જપ્ત કરવા સામેની નોટિસ જારી કરી શકાય છે. કાયદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રોપર્ટી જપ્ત કરવાની બાબત આઈટી વિભાગ દ્વારા અમલી કરી શકાય છે. પ્રોપર્ટી જપ્ત કરવાનો ગાળો નોટિસ જારી કરવાની તારીખથી ૯૦ દિવસથી વધુ હોઈ શકે નહીં. સંપત્તિ જપ્ત કરવાનો સર્કલ રેટ ૧૪૬.૭ મિલિયન રૂપિયા છે. અલબત્ત માર્કેટ કિંમત પાંચ ગણી વધી શકે છે. લકઝરી પ્રોપર્ટીને ધ્યાનમાં લઇને ફાર્મ હાઉસ ૧૯૯૬૦ સ્કવેર મીટર વિસ્તારમાં છે જેમાં સ્વિમિંગ પુલ, બીચ, પ્રાઈવેટ હેલિપેડનો સમાવેશ થાય છે. શાહરુખ ખાનની કંપની રેડચિલી અને કોલકાતા નાઇટ રાઇડર્સના વડા અધિકારીને ૨૪મી જાન્યુઆરીના દિવસે ઇ-મેઇલ મોકલવામાં આવ્યો હતો જેમાં અનેક વખત યાદ અપાવી હોવા છતાં કોઇ જવાબ મળ્યા ન હતા. શાહરુખ સામે મોટો આક્ષેપ છે કે, ફાર્મિંગ માટે કૃષિ જમીન ખરીદવા અરજી કરી હતી પરંતુ અંગત ઉપયોગ માટે ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યું હતું. આ લેવડદેવડ બેનામી સંપત્તિની પરિભાષા હેઠળ આવી ગઈ છે.

Related posts

માનુષી છિલ્લરને ફિલ્મોમાં લેવા માટે તૈયારી

aapnugujarat

કૃતિ સેનનની જોડી ચાર એક્ટર સાથે રહી સુપરહિટ

aapnugujarat

પ્રભાસ પિરિયડ રોમાન્સ ફિલ્મ પુજા હેગડેની સાથે કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1