Aapnu Gujarat
ગુજરાત

૧૧-૦૮-૨૦૧૭ના રોજ રાજ્ય સરકારની ટેબલેટ યોજના અંતર્ગત અમદાવાદ ખાતે યોજાશે રાજ્યસ્તરનો સમારોહ

ભારત સરકારના ‘ડીજીટલ ઇન્ડિયા ’કાર્યક્રમ થકી વધુને વધુ ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ થતા શહેરો સ્માર્ટ સીટીમાં પરિવર્તિત થઇ રહ્યા છે, ત્યારે રાજ્યમાં યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નિયમિત શિક્ષણ ઉપરાંત વધુ માહિતી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉપલબ્ધ સંસાધનો જેવાકે Massive Online Open Courseware(MooC) તેમજ ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓના વીડિયોલેક્ચર્સ, સપ્લીમેન્ટરી ક્વીઝ ઈત્યાદી મેળવવા તરફનો ઝોક જોવા મળેછે.

આ માટે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦અને૧૨ ની માન્ય બોર્ડની વર્ષ ૨૦૧૭ની પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર અને ગુજરાત રાજ્યમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ.૧,૦૦૦/-ના ટોકન દરે ટેબલેટ પૂરા પાડવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ટેબલેટ વિતરણ માટેની આ યોજનાનું નામ NAMO e-TAB (New Avenues of MOdern education through TABlets) રાખવામાં આવેલ છે આયોજના હેઠળ આશરે ૩.૫ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનું આયોજન કરેલ છે. આયોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ૨૦૧૭-૧૮ના અંદાજપત્ર માં રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આયોજના દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ ICT Empowered થઈ શકશે તથા રાજ્ય અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા અદા કરી શકશે.

રાજ્ય સરકારની આ ટેબલેટ યોજના અન્વયે રાજ્ય સ્તરનો પ્રથમ કાર્યક્રમ અન્વયે  તા: ૧૧-૦૮-૨૦૧૭ના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રીશ્રીના વરદ્દહસ્તે ટેબલેટ વિતરણ કાર્યક્રમનું યોજાશે.

આ કાર્યક્રમમાં  નાયબ મુખ્યમંત્રીશ્રી,  શિક્ષણ મંત્રીશ્રી,  ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી,  પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી,  શિક્ષણ વિભાગના સંસદીય સચિવશ્રી અને  મુખ્ય સચિવશ્રી, ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહેનાર રહેશે આ ઉપરાંત તા. ૧૪/૦૮/૨૦૧૭ના રોજ વડોદરા શહેર ખાતે પણ રાજ્યસ્તરનો ટેબલેટ વિતરણ સમારોહ યોજાનાર છે.

ટેબલેટ યોજના અન્વયે ટેબલેટ ઈચ્છુક વિદ્યાર્થીઓની નોંધણી digitalgujarat.gov.in પોર્ટલ પર કરાવવામાં આવેલ છે તેમજ આજદિન સુધીમાં વિવિધ યુનિવર્સિટી હેઠળ પ્રવેશ મેળવના ર૧.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન નોંધણી થઇ ગયેલ છે અને હાલમાં ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. આ સમારોહમાં ૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્થળ ઉપર જ ટેબલેટ વિતરણ કરવામાં આવનાર છે.

વિદ્યાર્થીઓને આપવામાં આવનાર ટેબલેટ ૧.૩ ગીગાહર્ટઝક્વાડકોરપ્રોસેસર, ૧ GBરેમ, ૮GB ઇન્ટરનલ મેમરી (૩૨GB એક્ષ્પાન્ડેબલ), ૩૪૫૦ mAh બેટરી, વોઈસકોલિંગ ફેસીલીટી, ૨ MP રીઅર અને  0.૩MP ફ્રન્ટ અને કેમેરા, ૭ ઈંચની HD ડિસ્પ્લે અને Android5.1 lollipop os ધરાવે છે.

વિદ્યાર્થીઓમાં રહેલી ઉચ્ચ શિક્ષણની ઝંખનાને ટેકનોલોજીના સમન્વય દ્વારા સંતોષીને ઉચ્ચ શિક્ષણના નવા આયામો અને સોપાનો સર કરીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ ની પરિકલ્પનાને ફળીભૂત કરવાની એક વધુ અમૂલ્ય તક રાજ્ય સરકારની આ પ્રકારની યોજનાના અવિરત પ્રયાસો દ્વારા થશે.

Related posts

કેન્દ્ર સરકારની નિષ્ફળતાને પરિણામે મોંઘવારી વધી છે : આરએસપીનો આક્રોશ

aapnugujarat

અમદાવાદ શહેર પર ગ્લોબલ વોર્મિંગની અસર : મહત્તમ તાપમાનમાં ૦.૯ ડીગ્રી સેલ્સિયસનો વધારો

aapnugujarat

લાંભા રોડ પર સાડીનો છેડો બાઇકમાં ફસાઈ જતાં અક્સ્માત : પત્નીનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1