Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં મંદી યથાવત : વધુ ૨૬૬ પોઈન્ટનો ઘટાડો : રોકાણકારોમાં નિરાશા

શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત ચોથા દિવસે મંદીનો માહોલ રહેતા કારોબારીઓ ચિંતાતુર રહ્યા હતા. આજે કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સમાં ભારે અફડાતફડી રહી હતી.
સેંસેક્સ ૨૬૬ પોઇન્ટ ઘટીને ૩૧૫૩૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૮ પોઇન્ટ ઘટીને ૯૮૨૦ની સપાટીએ રહ્યો હતો. ચાર કંપનીઓ ભારત ફોર્જ, ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને મનપસંદ દ્વારા બોનસ શેરની જાહેરાત કરવામાં આવી હતી. મિડકેપ ઇન્ડેક્સમાં નવેમ્બર ૨૦૧૬ બાદથી સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો જોવા મળ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો છતાં અફડાતફડીનો દોર જોવા મળ્યો હતો. તાતા મોટર્સના શેરમાં આઠ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક માત્ર સુધારો જોવા મળ્યો હતો. બાકી તમામ સેક્ટરમાં તીવ્ર મંદી જોવા મળી હતી. રિયાલીટી સેક્ટરમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડીએલએફમાં છ ટકાનો ઘટાડો રહ્યો હતો.
ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ, પ્રેસિસ્ટીજ રિયાલીટી અને શોભામાં ક્રમશઃ ૫.૭, ૪ અને ૨.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો.તાતા મોટર્સના શેરમાં સૌથી વધારે અફડાતફડી રહી હતી. શેરબજારમાં શેર કેટલાક દિવસથી આ પ્રકારની સ્થિતિમાંથી અનેક કારણો જવાબદાર છે. ઓટો, ફાર્મા અને રિયાલીટીમાં સૌથી નિરાશાજનક સ્થિતિ રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ક્રમશઃ ૨.૬ અને ૨.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે સતત ત્રીજા દિવસે પણ તીવ્ર મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટીને ૩૧૭૯૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૦ પોઇન્ટ ઘટીને ૯૯૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટીએ ૧૦૦૦૦ની સપાટી મંગળવારના દિવસે જ ગુમાવી દીધી હતી. નિષ્ણાતો માની રહ્યા છે કે, આરબીઆઈ દ્વારા ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાતા તેની સીધી અસર જોવા મળી હતી. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને હવે ૦.૯૦ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઇનો આંકડો ફેબ્રુઆરી મહિના બાદથી સતત ઘટી રહ્યો છે. મે મહિનામાં ૨.૧૭ ટકાની પાંચ મહિનાની નીચી સપાટી પર ફુગાવો રહ્યો હતો.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઘટાડાનો પ્રવાહ જારી રહ્યો છે.બટાકા, શાકભાજી અને કઠોળ જેવી ચીજવસ્તુઓની કિંમત જુન મહિનામાં સૌથી વધારે ઘટી ગઇ છે. છે. બટાકાની કિંમતમાં ૪૭ ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને શાકભાજીની કિંમતમાં ક્રમશ ૨૫ ટકા અને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થવાના કારણે પહેલાથી નારાજ રહેલા ખેડુતોની નારાજગી વધી શકે છે. મે મહિનામાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયા બાદ ડુંગળીની કિંમતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સિગ્મેન્ટમાં ઉતારચઢાવની સ્થિતી રહી છે. ફ્લુઅલ ફુગાવો સતત પાંચમા મહિનામાં ઘટી ગયો છે. મે મહિનામાં ૧૧.૬૯ ટકાની સામે ૫.૨૮ ટકાનો વધારો છ.

Related posts

प्रियंका बच्चों को गालियां सिखाती हैं : स्मृति

aapnugujarat

સરહદ પર સેનાની જંગી તૈનાતી કરાતા કાર્યવાહીને લઈને સંકેતો

aapnugujarat

ब्रिटेन हमलाः मैनचेस्टर म्यूजिक कन्सर्ट में धमाके से २२ की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1