Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ પર સેનાની જંગી તૈનાતી કરાતા કાર્યવાહીને લઈને સંકેતો

નવી દિલ્હી,તા. ૨૩ :- આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર હલચલ હવે તીવ્ર જોવા મળી રહી છે. ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી સંકેત મળી રહ્યા છે કે પાકિસ્તાન સામે કોઈપણ સમયે પગલાં લેવામાં આવી શકે છે. સરહદ ઉપર મોટાપાયે જવાનોની તૈનાતી કરવામાં આવી ચુકી છે. સરકારે જમ્મુ-કાશ્મીરમાં તાત્કાલિક પ્રભાવ સાથે અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની કંપનીઓ ગોઠવી દીધી છે. જેમાં સીઆરપીએફની ૪૫, બીએસએફની ૩૫, એસએસબીની ૧૦, આઈટીબીપીની ૧૦ કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતે સરહદ ઉપર સુરક્ષા અભૂતપૂર્વ કરી દીધી છે. સુપ્રિમ કોર્ટ તરફથી જો ૩૫-એને દુર કરવા માટે કોઈ ચુકાદો આવે છે તો કટ્ટરપંથીઓ તરફથી હિંસા થઈ શકે છે. આવી સ્થિતિમાં સરકારે વિવિધ પગલાંઓ લીધા છે. શુક્રવારના દિવસે સાંજે જ કાશ્મીર ખીણમાં અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત જમાતે ઈસ્લામીના આશરે ડઝન જેટલા કટ્ટરપંથીઓની પણ અટકાયત કરી લીધી છે. એક બાજુ સરકાર પુલવામા હુમલા સાથે જોડાયેલા આતંકવાદીઓ પર સકંજો મજબૂત કરી રહી છે ત્યારે બીજી તરફ સરકાર ૩૫-એ જેવા સંવેદનશીલ મુદ્દા પર સોમવારે સુનાવણી કરશે. સરકારની ગતિવિધી દર્શાવે છે કે આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં કેટલીક ખાસ ઘટનાઓ જોવા મળી શકે છે. ખીણમાં સક્રિય અલગતાવાદી લીડર યાસીન મલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સાથે સાથે ડઝન જેટલા કટ્ટરપંથીઓને કસ્ટડીમાં લેવામા ંઆવ્યા છે. કેન્દ્ર સરકારે તરત જ અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની કંપનીઓ તૈનાત કરી દીધી છે. જેમાં ૪૫ સીઆરપીએફની કંપનીઓ સામેલ છે. બીએસએફની ૩૫ કંપનીઓ સામેલ છે. અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો. જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા. જેશે મોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે.
શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા.

Related posts

દેશનાં કેટલાંક રાજ્યોમાં ત્રાસવાદી હુમલાનો ભય

aapnugujarat

અમરનાથ જવા પ્રથમ ટુકડી રવાના

aapnugujarat

सहारनपुर हिंसा का आरोपी चंद्रशेखर हिमाचल से गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1