Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આતંકવાદીની ફેકટરી પર તાળા મરાશે : મોદીની ખાતરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલા બાદ દેશના કેટલાક હિસ્સામાં કાશ્મીર વિદ્યાર્થીઓ પર હુમલાના અહેવાલને લઈને કઠોર સંદેશ આપતા ક્હ્યું હતું કે દેશમાં આ બાબત હોવી જોઈએ નહીં. રાજસ્થાનના ટોંકમાં એક જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આ પ્રકારની હરકતો ભારત તેરે ટુકડે કહેનાર લોકોને પ્રોત્સાહન મળે છે. કાશ્મીરના લોકો આતંકવાદનો સૌથી વધારે શિકાર થયા છે. ત્રાસવાદીઓ તેમને ટાર્ગેટ બનાવી રહ્યા છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો શિકાર બનેલા લોકોને પણે મોદીએ શહીદ તરીકે ગણાવ્યા હતા. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે પુલવામા હુમલા બા પડોશી દેશ પાકિસ્તાનમાં ફફડાટ મચેલો છે. દુનિયાના મોટાભાગના દેશો અને તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતની સાથે છે. તેમણે ઉમેર્યું હતું કે સરહાદ પર રહેલા જવાનો, મોદી સરકાર અને માતા ભવાનીના આશિર્વાદ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે. તમામનો હિસાબ કરવામાં આવશે. મોદીએ ઉમેર્યં હતું કે અમારા સુરક્ષા દળોએ ૧૦૦ કલાકની અંદર જ પુલવામા હુમલાના જવાબદાર લોકોને તેમની યોગ્ય જગ્યાએ પહોંચાડી દીધા હતા. દુનિયામાં શાંતિ તેજ વખતે શક્ય છે જ્યારે આતંકવાદની ફેકટરી ઉપર તાળા પડશે. આતંકવાદની ફેકટરી ઉપર તાળા મારવાની જવાબદારી પણ તેમના હિસ્સામાં જ આવી છે અને તેઓ આ કામ કરીને બતાવશે. પુલવામા હુમલા બાદ જોવામાં આવ્યું છે કે એક એક કરીને પાકિસ્તાન પાસેથી હિસાબ લેવામાં આવી રહ્યો છે. સરકારના નિર્ણયોથી પાકિસ્તાનમં ખળભળાટ મચી ગયો છે. અલગતવાદીઓની ભાષા બોલનાર સામે કાર્યવાહી તીવ્ર કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આગળ પણ જારી રહેશે. આ નવી નીતિ અને નવી રીતિવાળુ ભારત છે. જે કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવશે નહીં. કાશ્મીરી વિદ્યાર્થીઓને સુરક્ષાની ખાતરી આપતા મોદીએ કહ્યું હતું કે સેનાને ખુલ્લી છુટ આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા ઉપર હાલમાં સહાસી નિવેદનોનો વરસાદ થઈ રહ્યો છે.
અમારી લડાઈ આતંકવાદની સામે છે. કાશ્મીરીઓની સામે અમારી લડાઈ નથી. તેમના બાળકોની સુરક્ષાની જવાબદારી અમારી રહેલી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે જો કાશ્મીરીઓની સામે દેશમાં કોઈ ઘટના બને છે તો તે દુઃખદ બાબત છે. તેમણે આજે જુદા જુદા વિષય પર વાત કરી હતી.
કાશ્મીરમાં લોકોએ આતંકવાદીઓ અંગે માહિતી આપવાની શરૂઆત કરી છે. આનાથી તેમને ફાયદો થશે. મોદીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાનમાં નવી સરકાર બની છે. સ્વાભાવિક છે કે તેઓએ પણ નવા વડાપ્રધાનને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. શાંતિ માટેની વાત પણ કરવામાં આવી હતી. રમતથી રાજનીતિની દુનિયામાં આવેલા વડાપ્રધાનને કહેવામાં આવ્યું હતું. ગરીબી સામે લડવાની વાત કરવામાં આવી હતી. તે વખતે પાકિસ્તાનના નવા વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ પઠાણના પુત્ર છે. સાચી વાત કરે છે. આજે પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના શબ્દો ઉપર આગળ વધવાની જરૂર દેખાઈ રહી છે. તેમને એવા કેટલાક લોકો ઉપર નારાજ થવાની ઈચ્છા થાય છે જ્યારે તેઓ પાકિસ્તાનની ભાષામાં વાત કરે છે. જે પાકિસ્તાનમાં જઈને કહે છે કે કઈ પણ કરો પરંતુ મોદીને દુર કરો.
આ એવા જ લોકો છે જે મુંબઈ હુમલા બાદ ત્રાસવાદીઓને જવાબ આપી શક્યા ન હતા.

Related posts

આરબીઆઈએ રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કર્યો

aapnugujarat

‘Two-child law’ is next agenda of RSS : Bhagwat

aapnugujarat

ભાજપ અધ્યક્ષ અમિત શાહ નો આગામી લોંકસભા માટે સંખનાદ…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1