Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહે તેવી વકી : ૭ પરિબળ પર નજર

શેરબજારમાં આજથી શરૂ થયેલાં નવા કારોબારી સેશનમાં સાત પરિબળો ઉપર નજર રહેશે. આ સાત પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરી શકે છે જે સાત પરિબળો રહેલા છે તેમાં એફ એન્ડ ઓ પૂર્ણાહૂતિ, વેપાર મંત્રણા, માઇક્રો ડેટાનો સમાવેશ થાય છે. સેંસેક્સ અને નિફ્ટી હાલમાં ઉતારચઢાવ વચ્ચે રહ્યા છે. મૂડીરોકાણકારો ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીને લઇને ચિંતાતુર દેખાયા છે. સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય અનિશ્ચિતતાનો માહોલ પમ જામેલો છે. શેરબજારમાં હાલમાં સાત પરિબળોની અસર હેઠળ પ્રવાહી સ્થિતિ રહી શકે છે. ઉથલપાથલ જોવા મળી શકે છે. સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૯ દિવસની ચાલેલી મંદી બાદ તેજી રહી હતી. નવ દિવસ સુધી હાલમાં સતત મંદીના લીધે આઠ વર્ષમાં આ સ્થિતિ જોવા મળી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૬૩ પોઇન્ટનો સુધારો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૬૭ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જીડીપીના આંકડા ઉપર કારોબારીઓની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગુરુવારના દિવસે ભારતના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. ભારતમાં આ નાણાંકીય વર્ષમાં જીડીપી દર ૭.૨ ટકા દર્શાવવામાં આવ્યો છે. અગાઉના ત્રણ વર્ષોમાં જીડીપીનો આંકડો ૮.૨ ટકા અને ૭.૨ ટકા રહ્યો છે. નીતિ આયોગના કહેવા મુજબ વિશ્વમાં જીડીપી ગ્રોથનો આંકડો ૨૦૧૮-૧૯માં ૩.૭ ટકા રહેશે જ્યારે ભારત ૭.૨ ગ્રોથરેટ હાંસલ કરી શકે છે. બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, રશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીના બનેલા સાત ઉભરતા માર્કેટના અર્થતંત્રમાં વિકાસદર ૩.૫ ટકા છે જ્યારે ભારતનો વિકાસ દર ૭.૨ ટકા છે જે દર્શાવે છે કે, ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર પૈકી છે. ચીન અને અમેરિકા વચ્ચેની મંત્રણા રાહત આપે તેવી દેખાઈ રહી છે. કેટલાક હકારાત્મક સંકેતો મળવા લાગી ગયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આશાવાદી વાત કરી છે. સાનુકુળ વેપાર સમજૂતિ ઉપર પહોંચવા આગામી મહિનામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિંગપિંગ બેઠક યોજનાર છે. બીજી બાજુ એફ એન્ડ ઓ એક્સપાયરીને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. આનાથી સ્થાનિક શેરબજારમાં ઉથલપાથલ થશે. ગુરુવારના દિવસે આ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ થશે. રોકાણકારો માર્ચની સિરિઝમાં મોરચા સંભાળવા જઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીની શરૂઆત થઇ ચુકી છે. તેલ કિંમતો શુક્રવારે નવેમ્બર મહિના બાદથી ઉંચી સપાટીએ પહોંચી હતી. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ આશા રહેશે. સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં યોજાનાર છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. રાજકીય અને આર્થિક અસ્થિરતાના લીધે કારોબારીઓ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. નિફ્ટી સાપ્તાહિક ચાર્ટ દર્શાવે છે કે, શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર જોવા મળશે.

Related posts

૨૦૨૧માં ચીનનો ૧૦૦ અબજ ડોલરનો માલ ભારતમાં ઠલવાયો

aapnugujarat

आयोध्या जजों का फैसला: राममंदिर वहीं, मस्जिद के लिए दूसरी जगह

aapnugujarat

બિડિંગ માટે વિલફુલ ડિફોલ્ટર્સનો નિયમ હળવો કરવા વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1