Aapnu Gujarat
બિઝનેસ

બિડિંગ માટે વિલફુલ ડિફોલ્ટર્સનો નિયમ હળવો કરવા વિચારણા

વિલફુલ ડિફોલ્ટર્સ અને અન્ય લોકોને રિઝોલ્યુશન પ્લાનમાં ભાગ લેતા અટકાવવા માટે બેન્કરપ્સી કોડમાં કરાયેલા એમેન્ડમેન્ટને હળવું કરવા નાણામંત્રાલય વિચારી રહ્યું છે.બેન્કિંગ વર્તુળોના બે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલય પ્રમોટર્સને રિઝોલ્યુશન પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવાની સત્તા ધિરાણકારોને આપવાનો પ્રસ્તાવ વિચારી રહ્યું છે. જોકે, બેન્કોએ આ કિસ્સામાં પ્રમોટર્સ બાહ્ય કારણોને લીધે ડિફોલ્ટ થયા હોવાનું સાબિત કરવું પડશે.
અન્ય પ્રસ્તાવ એમએસએમઇ સાથે નોન-પ્રમોટર્સને બિડિંગ માટે મંજૂરી આપવાનો છે. વિલફુલ ડિફોલ્ટર્સ તરીકે વર્ગીકૃત ન થયા હોય તેવા ઋણ નહીં ચૂકવી શકેલા પ્રમોટર્સને પણ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
અગાઉ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સરકારે ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં એમેન્ડમેન્ટ કર્યું હતું. જેમાં વિલફુલ ડિફોલ્ટર્સ તેમની જ કંપની માટે બિડ કરતા અટકાવવાની જોગવાઈ હતી. જ્યારે અન્ય ડિફોલ્ટર્સે લોન એકાઉન્ટ નિયમિત કર્યું હોય તો જ તેમને બિડિંગની મંજૂરી આપવામાં આવી હતી. સુધારેલા નિયમ પ્રમાણે બેન્કરપ્સી કોર્ટમાં કંપનીનો કેસ દાખલ થયા પછી જે પ્રમોટર્સને ડિફોલ્ટર્સની કેટેગરીમાં વર્ગીકરણ થયાને એક વર્ષથી ઓછો સમય થયો હોય એ ઋણ ચૂકવ્યા વગર પણ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

Related posts

શેરબજારમાં કારોબારને બે કલાક સુધી વધારવા તૈયારી

aapnugujarat

હવે દલાલ સ્ટ્રીટમાં આરબીઆઈ પોલિસી,IPOની અસર દેખાશે

aapnugujarat

LICએ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં વધુ શેર ખરીદ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1