Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

પાકિસ્તાન સાથેના સંબંધોમાં ધોવાણ થયું છે : અમેરિકા

અમેરિકાએ તેના જુના સાથીદાર પાકિસ્તાનને લઈને મહત્વનું નિવેદન કર્યું છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાન સાથેના સંબંધોમાં ધોવાણ થયું છે. સાથો સાથ ભારત સાથેના સંબંધોને અમેરિકાએ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. અમેરિકાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં ભારત સાથે ભાગીદારી પણ વધી રહી છે.અમેરિકાના વિદેશમંત્રી રેક્સ ટિલરસને જણાવ્યું છે કે પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધોમાં ઘટાડો થયો છે. જોકે તેમણે બંને દેશોની સહભાગી હિતોને ધ્યાનમાં રાખી સંબંધો વધારવાની જરૂરીયાત જણાવી હતી. ટિલરસને ભારતને મહત્વનું ભાગીદાર ગણાવ્યું હતું. અમેરિકી વિદેશમંત્રી રેક્સ ટિલરસને વિદેશ મંત્રાલયના કર્મચારીઓ સાથેની વાતચિત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના સંબંધોને અસર થઈ છે. જોકે આ માટે તેમણે કોઈ વિસ્તૃત સ્પષ્ટિકરણ આપ્યું ન હતું. ટિલરસને જણાવ્યું હતું કે પાકિસ્તાન હજી પણ અમેરિકાનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. છેલ્લા દાયકામાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઓટ આવી છે અને અમે સહભાગી હિતો માટે સંબંધો સુધારવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનની સ્થિરતા, ભવિષ્ય અને તેના જ ભૂભાગમાં આતંકવાદી સંગઠનોની વધતી સક્રિયતાના કારણે ઉભા થનારા ખતરાને લઈને ચિંતિત છીએ અને પાકિસ્તાન સાથે ખુલીને વાતચીત કરી રહ્યાં છીએ.અમેરિકાના ટોચના રાજનેતાએ કહ્યું હતું કે બંને દેશોએ આ દિશામાં માર્ગ શોધવો પડશે જેથી સમગ્ર શ્રેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવામાં સાથે મળીને કામ કરી શકાય. હજી આ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. ટિલરસને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એ સ્પષ્ટ કરીને ખુબ જ સાહસિક નિર્ણય કર્યો છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાની સૈન્ય હાજરી દર્શાવશે અને આતંકવાદ અને તાલિબાન સામે લડતું રહેશે.

Related posts

ઇરાન-ઇરાક સરહદ પર ભૂકંપ : ૩૪૦થી વધુ મોત

aapnugujarat

મોદી ચૂંટણી ફાયદા માટે લોકોની ભાવના સાથે રમત રમે છે : કોંગ્રેસ

aapnugujarat

मुंबई में भारी बारिश : ट्रेन में फंसे 2000 यात्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1