Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમેઠીમાં ખેડુતોએ ‘રાહુલ શરમ કરો, કિસાનો કી જમીન વાપસ કરો’ના બેનર લગાવ્યા

કોંગ્રેસના નવાનિમાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં જ તેમના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. પ્રદર્શન ખેડુતો દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડુતોનું કહેવું છે કે તેમની જમીન રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવી હતી. બદલામાં તેમને રોજગારી દેવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી તે પુરુ કરવામાં આવ્યું નથી. રોષે ભરાયેલા ખેડુતોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુર્દાબાદના નારા લગાવ્યા હતાં અને ‘રાહુલ શરમ કરો, કિસાનો કી જમીન વાપસ કરો’ ના બેનર પણ લગાવ્યા હતાં. ખેડુતોએ ધરણા પ્રદર્શન કરી કહ્યું હતું કે કાં તો તેમને રોજગાર આપવામાં આવે અથવા જમીન પરત આપો. એટલેથી ન અટકતા ખેડુતોએ ધમકી ઉચ્ચારી હતી કે જો આમ ન થયું તો અહીં થયેલા નિર્માણકાર્યને તોડી પાડવામાં આવશે અને પ્રદર્શનો યથાવત રખાશે.
વર્ષો પહેલા સમ્રાટ સાયકલ ફેક્ટરી ખોલવાની પહેલ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કરી હતી. રાજીવ ગાંધી અમેઠીના સાંસદ હતાં. ૧૯૮૬ના દાયકામાં ઔદ્યોગિક ક્ષેત્ર કૌહાર સ્થિત ૬૫.૫૭ એકર જમીન મેસર્સ સમ્રાટ બાઈસિકલ્સના નામે કંપની ચલાવા માટે જૈન બંધુઓએ લીધી હતી. આ જમીનના બદલામાં ખેડુતોને રોજગારીનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ જૈન બંધુઓ ફેક્ટરી ચલાવવામાં નિષ્ફળ સાબિત થયાં હતાં. બાદમાં આ જમીનની હરાજી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૪માં ૨૦.૧૦ કરોડ રૂપિયામાં થઈ હતી.દસ્તાવેજો પ્રમાણે યૂપીએસઆઈડીસીએ ૮ ઓગષ્ટ, ૧૯૮૬ના રોજ ૬૫.૫૭ એકર જમીન મેસર્સ સમ્રાટ બાઈસિકલના નામે કરી હતી, પરંતુ બાદમાં કંપની બંધ થઈ જતાં ડીઆરઆઈએ રકમની વસુલી માટે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ તેની હરાજી કરી દીધી હતી. હરાજીમાં ખરીદવામાં આવેલી જમીન રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટે એક ૧ કરોડ ૫૦ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચુકવી હતી. જો કે બાદમાં જમીન હરાજીની પ્રક્રિયાને યૂપીએસઆઈડીસીએ અયોગ્ય ઠેરવી હતી.૧૫ જૂનના રોજ ગૌરીગંજ એસડીએમ કોર્ટે સમ્રાટ સાઈકલ ફેક્ટરીની જમીન યૂપીએસઆઈડીસીને પરત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ જમીન કાગળ પર તો યૂપીએસઆઈડીસીની છે, પરંતુ હજી સુધી આ જમીન પર રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટનો કબજો છે. આ ફેક્ટરી માટે લેવામાં આવેલી જમીન માલિકો ખેડુતોને હજી સુધી કોઈ જ વળતર મળ્યું નથી. જેને લઈને ખેડુતોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને રાહુલ ગાંધી મુર્દાબાદ ના નારા લગાવી રહ્યાં છે અને ‘રાહુલ શરમ કરો, કિસાનો કી જમીન વાપસ કરો’ ના બેનર પ્રદર્શીત કરી રહ્યાં છે.

Related posts

गरीबी से जूझ रहे पद्म पुरस्कार विजेताओं के लिए अच्छी खबर, हर माह 10,000 देगी ओडिशा सरकार

aapnugujarat

વિમાની યાત્રા મોંઘી થશે

aapnugujarat

एससीओ सम्मेलन में नहीं होगी इमरान से पीएम मोदी की बैठक : विदेश मंत्रालय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1