Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વિમાની યાત્રા મોંઘી થશે

વિમાની યાત્રીઓ માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે, આ વર્ષે વિમાની ભાડામાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વિમાની ભાડામાં આ વખતે ૧૩ ટકા સુધીનો વધારો થઇ શકે છે. કારણોની વાત કરવામાં આવે તો ફ્યુઅલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત ઓપરેશન ખર્ચમાં ૨૭ ટકાની આસપાસનો વધારો થઇ ચુક્યો છે. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદથી ઓપરેશન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ફ્યુઅલની કિંમત વધવાના કારણે એરલાઈન્સ કંપનીઓ પરેશાન થયેલી છે. આવી સ્થિતિમાં એરલાઈન્સો દ્વારા ભાડામાં વધારો કરવાની ગણતરી કરવામાં આવી રહી છે. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદથી કેટલીક સમસ્યાઓ આવી રહી છે. જુલાઇ મહિનામાં જીએસટી વ્યવસ્થા અમલી બની હતી. જેટ ફ્યુઅલ હાલમાં જીએસટીની સમીક્ષાની બહાર છે. વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા ઉડ્ડયન માર્કેટ તરીકે ભારતને ગણવામાં આવે છે. ઓછા ભાડા અને ક્ષમતામાં ઉમેરો થઇ રહ્યો છે. ઇન્ડિયા ગો, સ્પાઇસ જેટ, જેટ એરવેઝ અને એર ઇન્ડિયા સહિત એરલાઈન્સો દ્વારા ક્ષમતાનો વધારો કરવામાં આવી રહ્યો છે. ભાડામાં વધારો થઇ શકે છે. મળેલી માહિતી મુજબ સરકારે જીએસટીની સમીક્ષા હેઠળ જેટ ફ્યુઅલને લાવવાના પ્રયાસો કરવા જોઇએ. આના કારણે એરલાઈન્સ કંપનીઓને રાહત થઇ શકે છે. નામ જાહેર નહીં કરવાની શરતે એક એરલાઈન્સ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, અમે ખર્ચ વધવાના પરિણામ સ્વરુપે રેટમાં વધારો કરવા વિચારણા કરી રહ્યા છે. જેટ ફ્યુઅલ કિંમતો ઓગસ્ટ મહિના બાદથી સતત વધી રહી છે. નવી દિલ્હીમાં કિંમત જાન્યુઆરી મહિનામાં ૫૭૪૬૦ રૂપિયા પ્રતિ કિલોલીટર થઇ ગઇ હતી જે ઓગસ્ટ મહિનામાં ૪૮૧૧૦ રૂપિયા પ્રતિકિલોલીટર હતી. ઇન્ડિયન ઓઇલની વેબસાઈટ ઉપર આ અંગેની માહિતી આપવામાં આવી છે. એરલાઈન્સનું કહેવું છે કે, જીએસટી હેઠળ નવા કરવેરા પ્રતિવાર્ષિક તેમના ઉપર ૪૭૫૦ કરોડ રૂપિયાનો બોજ ઉમેરે છે. આના કારણે ચિંતામાં વધારો થઇ શકે છે. ભાડામાં વધારો માર્ચ મહિના બાદ શરૂ થઇ શકે છે. લોકોસ્ટ કેરિયર દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી છે. ઓપરેશનમાં વધારો થયા બાદ કિંમત વધવાની શરૂઆત થઇ શકે છે.

Related posts

કાર પર જીએસટી સેસ વધારો અમલી બન્યો : લકઝરી-એસયુવી ગાડીઓ મોંઘી

aapnugujarat

કંપની ડુબવાની સ્થિતિમાં હોમ બાયર્સને હવે હરાજીમાં હિસ્સો

aapnugujarat

भारत एक हिंदू राष्ट्र नहीं है और ना ही कभी बन पाएगा : ओवैसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1