Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં કારોબારને બે કલાક સુધી વધારવા તૈયારી

મોદી સરકાર નવી વિચાર શક્તિ અને અન્ય પરિબળોને ધ્યાનમાં લઇને હાલ આગળ વધી રહી છે. આ ક્રમમાં સરકારે હવે શેર માર્કેટની ટ્રેડિંગ ટાઇમિંગ એટલે કે કારોબારના સમયને વધારવા ઉપર વિચારણા કરવાની શરૂઆત કરી દીધી છે. આ સંબંધમાં બીએસઈ અને એનએસઈ પોતાના સભ્યો અને બ્રોકરો સાથે વાતચીતમાં વ્યસ્ત છે. જો આ સંદર્ભમાં સહમતિ થઇ જશે તો શેર માર્કેટમાં કારોબારનો સમય બે કલાક સુધી વધી જશે. એટલે કે શેર કારોબારનો સમય સવારે ૯.૧૫ વાગ્યાથી શરૂ થઇને સાંજે ૫.૩૦ પૂર્ણ થશે. વર્તમાન સમયમાં શેર માર્કેટમાં કારોબારનો સમય ૯.૧૫થી લઇને ૩.૩૦ વાગ્યા સુધીનો છે. નાણામંત્રાલયના સુત્રોના કહેવા મુજબ હજુ આ સંદર્ભમાં પ્રસ્તાવ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આના મુખ્ય બે પાયદા થશે. પ્રથમ વિદેશી શેર માર્કેટના કારોબારની સાથે તાલમેલ બેસાડવામાં ભારતીય શેર માર્કેટને ખુબ સરળતા પડશે. બીજી કંપનીના નાણાંકીય પરિણામની અસર એજ દિવસે જોવા મળશે. અનેક કંપનીઓ બે વાગ્યા બાદજ તેમના નાણાંકીય પરિણામો જાહેર કરે છે. સરકાર હવે ઇચ્છે છે કે, આવી ઘટનાઓની સીધી અસર એજ દિવસે તે જ સમયે જોવા મળે જેથી મોડેથી સટ્ટોડિયાઓને કોઇપણ પ્રકારની રમત કરવાની તક ન મળે. શેરબજારમાં કારોબારને બે કલાક સુધી વધારવા માટેની દરખાસ્ત ઉપર છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ આ સંદર્ભમાં ટૂંક સમયમાં જ હવે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. બે કલાક સુધી કારોબારને વધારવાના નિર્ણય ઉપર સર્વસંમતિ થઇ જાય તેમ માનવામાં આવે છે.

Related posts

પીનોટ્‌સમાં રોકાણનો આંક છ મહિનાની ઉંચી સપાટીએ

aapnugujarat

विशाल सिक्का ने खारिज की इन्फोसिस कंपनी के शेयर ब्रिकी की खबर

aapnugujarat

पिछले आठ साल का सबसे ऊंचे स्तर पर सोना, पंहुचा 1500 डॉलर प्रति औंस के पार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1