Aapnu Gujarat
બિઝનેસ

કોરિયન કટોકટી સહિતના અનેક પરિબળોની બજાર પર અસર હશે

શેરબજારમાં આજથી શરૂ થયેલાં કારોબારી સેશન દરમિયાન કોરિયન કટોકટી, કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર, પ્રાયમરી માર્કેટમાં આવી રહેલા નવા ઇશ્યુને લઇને ચર્ચા રહેશે. સાથે સાથે આ તમામ પરિબળોની દલાલ સ્ટ્રીટ ઉપર સીધી અસર રહેશે. આગામી સપ્તાહમાં માર્કેટ મૂડ આ તમામ પરિબળો ઉપર આધારિત રહીને આગળ વધશે. હાલમાં જ જૂન ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જીડીપીનો આંકડો ૫.૭ ટકા સુધી નીચે પહોંચીને ૧૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા નવા પરમાણુ પરીક્ષણ, હાઈડ્રોજન બોંબ હોવાને લઇને દહેશત, કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ જેવી બાબતો શેરબજારમાં દેખાશે. કારોબારીઓ હાલ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવા માટે ઇચ્છુક છે. શુક્રવારના દિવસે સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરીને ૩૧૮૯૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૯૭૪ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૯ ટકા અને નિફ્ટીમાં ૧.૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઉત્તર કોરિયાએ દાવો કર્યો હતો કે, તેના દ્વારા ખુબ જ નુકસાન કરી શકે તે પ્રકારથી હાઈડ્રોજન બોંબનું નિર્માણ કરી લીધું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાની વડાપ્રધાન સિન્જો વચ્ચે વધી ગયેલી પરમાણુ કટોકટીને લઇને ફોન ઉપર વાતચીત થઇ છે. ઉત્તર કોરિયા દ્વારા છઠ્ઠુ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ વિશ્વના દેશો હચમચી ઉઠ્યા છે. મોદી કેબિનેટનું વિસ્તરણ કરાયા બાદ દલાલ સ્ટ્રીટમાં આની પણ ચર્ચા રહેશે. ટેકનિકલ પરિબળો પણ મજબૂત રીતે દેખાઈ રહ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, વૈશ્વિક પરિબળો ચિંતા ઉપજાવે તે પ્રકારના છે. છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે બે આઈપીઓ બજારમાં પ્રવેશ કરનાર છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠકને લઇને પણ ઉત્સુકતા છે. ગુરુવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવશે. આ બેંક હાલમાં વ્યાજદરના સંદર્ભમાં યતાસ્થિતિ જાળવી શકે છે. સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરને લઇને જાહેર કરવામાં આવનાર આંકડા ઉપર પણ નજર રહેશે. એફપીઆઈ દ્વારા ડેબ્ટ માર્કેટમાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે.
ઓગસ્ટ મહિનામાં ડેબ્ટ માર્કેટમાં રોકાણકારો આશાવાદી રહ્યા છે. આવી સ્થિતિમાં આ તમામ પરિબળોની સીધી અસર શેરબજારમાં રહેશે. મોટી પીછેહઠના ભાગરુપે યુએસ જોબ ગ્રોથનો આંકડો સતત બે મહિના બાદ ઓગસ્ટ મહિનામાં અપેક્ષા કરતા નબળો રહ્યો છે. નોનફોર્મ પેરોલમાં ઓગસ્ટ મહિનામાં ૧૫૬૦૦૦ સુધીનો વધારો થઇ ચુક્યો છે. બેરોજગારીનો દર પણ વધી ગયો છે.

Related posts

ટુર ઓપરેટરોની સમસ્યા અંગે સરકારને રજૂઆત

editor

Sensex gained by 637 pts to close at 37.327, Nifty ends by 177 points to settle at 11,032

aapnugujarat

3.2% घट जाएगी भारत की GDP : विश्व बैंक

editor

Leave a Comment

UA-96247877-1