Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૦ની નોટ એટીએમમાં ત્રણ મહિના બાદ ઉપલબ્ધ બનશે

આરબીઆઈ દ્વારા એક સપ્તાહ અગાઉ ૨૦૦ રૂપિયાની નવી નોટ બજારમાં રજૂ કરી દેવામાં આવી છે. લોકોમાં રૂપિયા ૨૦૦ની નવી નોટને લઇને ઉત્સુકતા પ્રવર્તી રહી છે પરંતુ આ સંદર્ભમાં જાણકાર લોકોએ કહ્યું છે કે, રૂપિયા ૨૦૦ની નવી નોટને એટીએમમાં ગોઠવવામાં હજુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. આનો મતલબ એ થયો કે, રૂપિયા ૨૦૦ની નવી નોટ એટીએમમાં હાલ ઉપલબ્ધ બનશે નહીં. નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યા બાદ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૨૦૦૦ની નવી નોટ બજારમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બે નોટ વચ્ચે વધુ એક નોટને રજૂ કરવાની હિલચાલ ચાલી રહીહતી જેને ધ્યાનમાં લઇને ગયા સપ્તાહમાં જ આરબીઆઈ દ્વારા ૨૦૦ રૂપિયાની નવી નોટ રજૂ કરવામાં આવી હતી. નવેમ્બર મહિનામાં હાઈવેલ્યુની નોટને બંધ કરવામાં આવ્યા બાદ એટીએમ મશીનને ખરીરીતે રિકેલિબ્રેશન કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા ખુબ લાંબી ચાલી હતી. કેટલીક બેંકોએ મશીનોના રિકેલિબ્રેશન માટે નવી નોટ ટેસ્ટ શરૂઆત કરવા એટીએમ કંપનીઓને કહ્યું હતું. અલબત્ત તેમને નવી નોટના સપ્લાય હજુ સુધી મળી રહ્યા નથી. ગયા વર્ષે જ બેંકો એટીએમ મશીનના રિકેલિબ્રેશનમાં વ્યસ્ત રહ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, નવી ૨૦૦ની નોટ ટૂંકમાં જ ઝડપથી ઉપલબ્ધ થશે. પુરતી સંખ્યામાં ૨૦૦ રૂપિયાની નોટ ક્યારે ઉપલબ્ધ બનશે તે અંગે હજુ આરબીઆઈએ વાત કરી નથી. એટીએમ મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું કહેવું છે કે, તેમને આરબીઆઈ તરફથી ૨૦૦ રૂપિયાની નોટ માટે એટીએમના રિકેલિબ્રેશનના સંદર્ભમાં આદેશ મળ્યા નથી. તેઓએ ઘટસ્ફોટ કર્યો છે કે, કેટલીક બેંકોએ અનૌપચારિકરીતે વાતચીત કરી છે. તમામ ૨.૨૫ લાખ એટીએમ મશીનો નવી નોટ મુકી દેવાશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરાયો નથી. એજીએસ ટ્રાન્સએક્ટ ટેકનોલોજી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રવિ બી ગોયેલે કહ્યું છ ેકે, રિકેલિબ્રેશનની પ્રક્રિયા આરબીઆઈ તરફથી આદેશ મળ્યા બાદ શરૂ થશે. નવી નોટના કદને લઇને અંતર જોવા મળે છે. રિકેલિબ્રેશનની પ્રક્રિયાને એટીએમની કામગીરીને અસર કર્યા વગર ૯૦ દિવસમાં પૂર્ણ કરી શકાય છે. હકીકતમાં એટીએમ રિકેલિબ્રેશન દરમિયાન સંપૂર્ણપણે ઓપરેશનમાં રહેશે. ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ એટીએમ દ્વારા આપવામાં આવશે. ૧૦૮૦૦૦ મશીનો ધરાવનાર એનસીઆર કોર્પોરેશને કહ્યું છે કે, આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં વધારે સમય લાગશે નહીં. આરબીઆઈ લાયસન્સ ધરાવતી બીટીઆઈ પેમેન્ટ સીઈઓનું કહેવું છે કે, રિકેલિબ્રેશનની પ્રક્રિયા ૨૦૦ની નોટ પુરતા પ્રમાણમાં મળ્યા બાદ ઝડપથી આગળ વધારવામાં આવશે.

Related posts

ભારત – બાંગ્લાદેશ વચ્ચે આજે ફાઈનલ

aapnugujarat

કોરિયન કટોકટી સહિતના અનેક પરિબળોની બજાર પર અસર હશે

aapnugujarat

વેપારીઓ માટે રાષ્ટ્રીય વેપાર કલ્યાણ બોર્ડની રચના કરાશે : રાષ્ટ્રીય વેપાર સંમેલનમાં નરેન્દ્ર મોદીએ ખાતરી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1