Aapnu Gujarat
બિઝનેસ

હવે દલાલ સ્ટ્રીટમાં આરબીઆઈ પોલિસી,IPOની અસર દેખાશે

શેરબજારમાં તહેવારની સિઝનમાં ફિલ ગુડ ફેક્ટર રાખવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ બજારમાં પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. નવા કારોબારી સેશનમાં કેટલાક નવા પરિબળોની અસર રહેશે જેમાં આરબીઆઈની પોલિસી સમીક્ષા, એફઆઈઆઈ પ્રવાહ, સ્થાનિક શેરનો સમાવેશ થાય છે. શેરબજારમાં આવતીકાલે બીજી ઓક્ટોબરના દિવસે ગાંધી જ્યંતિના પ્રસંગે રજા રહેશે. ત્યારબાદ ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા એટલે કે આરબીઆઈની નાણાંકીય નીતિ કમિટિની બેઠક ત્રીજી ઓક્ટોબરથી શરૂ થશે જે ચોથી ઓક્ટોબરના દિવસે વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેશે. એમપીસીની નાણાંકીય વર્ષની ચોથી દ્વિમાસિક સમીક્ષા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. જેમાં ઓટો ઇન્ડસ્ટ્રી, શેરબજાર અને અન્ય કારોબારીઓનો સમાવેશ થાય છે. તહેવારની સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો કરીને લોન સસ્તી કરવાની દિશામાં એમપીસી આગળ વધે છે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. ફુગાવો હાલમાં વધ્યો છે. સાથે સાથે ડોલર સામે રૂપિયો દબાણની સ્થિતિમાં છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, રિઝર્વ બેંક દ્વારા હાલમાં રેપોરેટને છ ટકાના દરે યથાવત રાખવામાં આવશે. બે કારણોસર રેટને યથાસ્થિતિમાં રાખવામાં આવી શકે છે. એક કારણ એ છે કે, સીપીઆઈ ફુગાવો હાલમાં વધ્યો છે. ડોલરમાં વધારો થયો છે. ક્રૂડની કિંમતમાં પણ વધારો થયો છે. સર્વોચ્ચ બેંક હાલ સાવધાનીપૂર્વકના વલણ સાથે આગળ વધી શકે છે. શેરબજારમાં નવા સત્રમાં ઓટો કંપનીઓના વેચાણના આંકડા ઉપર પણ નજર રહેશે. તેમના માસિક વેચાણના આંકડા પહેલી ઓક્ટોબરથી જારી કરવાની શરૂઆત થશે. ટેકનિકલ ચાર્ટની પણ અસર રહેશે. એસબીઆઈ લાઈફ મંગળવારના દિવસે શેરબજારમાં લિસ્ટિંગ માટે આવશે. ૮૪૦૦ કરોડ રૂપિયાના તેના આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યો છે. એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ફ્રાંસની ઇન્સ્યોરન્સ હોલ્ડિંગ કંપની બીએનપી પારીબસ કાર્ડિફ વચ્ચે સંયુક્ત સાહસ તરીકે છે. માઇક્રો ડેટાની અસર પણ જોવા મળશે. આગામી સપ્તાહ સુધી આર્થિક ડેટા બજારની દિશા નક્કી કરશે. ૫.૭ ટકાના નબળા જીડીપી ગ્રોથ રેટના કારણે સરકારની ચારેબાજુ ટિકા થઇ રહી છે. આવી સ્થિતિમાં આર્થિક પેકેજની જાહેરાત કરવાને લઇને સરકાર વિચારણા કરી રહી છે. આ સપ્તાહમાં જ ગોદરેજ એગ્રોવેટ અને એમએએસ ફાઈનાન્સિયલ સર્વિસના બે આઈપીઓ બજારમાં આવનાર છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રમોટેડ ગોદરેજ એગ્રોવેટ દ્વારા તેના આઈપીઓ માટે પ્રતિ શેર ૪૫૦-૪૬૦ રૂપિયાની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓ ચોથી ઓક્ટોબરના દિવસે ખુલશે અને છઠ્ઠી ઓક્ટોબરના દિવસે બંધ થશે. એમએએસ ફાઈનાન્સિયલ સર્વિસ ૪૬૦.૦૪ કરોડ રૂપિયા ઉભા કરવા ઇશ્યુ સાથે આવનાર છે. છઠ્ઠી ઓક્ટોબરે આ ઇશ્યુ ખુલશે અને ૧૦મીએ બંધ થશે. પ્રાઇઝબેન્ડ શેરદીઠ ૪૫૬-૪૫૯ રૂપિયા રાખવામાં આવી છે.

Related posts

૪૨ મોટા શહેરોમાં આવાસ માટેના વેચાણમાં ઘટાડો

aapnugujarat

સસ્તાં ડેરી પ્રોડક્ટસ સાથે મેદાનમાં પતંજલિ

aapnugujarat

આધારકાર્ડના કારણે નહી બંધ થાય ૫૦ કરોડ મોબાઈલ કનેક્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1