Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઈ કસ્ટમર માટે નવા નિયમો અમલી બન્યા

દેશમાં આજથી અનેક નવા નિયમો અમલી બની ગયા છે જેના ભાગરુપે એસબીઆઈ ખાતા ધારકો માટે પણ નવા નિયમો આવી ગયા છે. આ મહિનાથી એસબીઆઈમાં સેવિંગ્સ એકાઉન્ટ કસ્ટમરોને મિનિમમ એવરેજ બેલેન્સ નહીં રાખવાની સ્થિતિમાં કોઇ ચાર્જ ચુકવવા પડશે નહીં. આ ઉપરાંત એસબીઆઈએ એકાઉન્ટ બંધ કરવાની સ્થિતિમાં લાગનાર ચાર્જને બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. આ ચાર્જને દૂર કરી લેવામાં આવ્યા છે. આની સાથે જ એસબીઆઈની એસોસિએટ્‌સ બેંકોના ચેક અમાન્ય થઇ ગયા છે એટલે કે જે બેંકો એસબીઆઈમાં મર્જ થઇ ચુકી છે તેમની ચેક બુક હવે કોઇ કામની નથી. એસબીઆઈએ કહ્યું છે કે, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ રાયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલા બેંકોના ખાતા ધારકોને નવી ચેકબુક લેવા માટે અરજી કરવાની રહેશે.
હજુ સુધી એસબીઆઈમાં બચત ખાતા ખુલી ગયાના એક વર્ષ બાદ બંધ કરવાની સ્થિતિમાં ૫૦૦ રૂપિયા ઉપરાંત ૧૮ ટકા જીએસટી લાગૂ કરવાની વ્યવસ્થા હતી. કસ્ટમરોને મોટી રાહત આપીને એસબીઆઈએ મેટ્રો શહેરોમાં માસિક સરેરાશ બેલેન્સ ૫૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૩૦૦૦ રૂપિયા કરી દીધા છે. સાથે જ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રહેવાની સ્થિતિમાં ચાર્જ ૫૦ ટકા સુધી ઘટાડી દીધો છે. આ ઉપરાંત પેન્શનરો, સરકારી સુવિધાઓ મેળવનાર કસ્ટમરો, કિશોરોના એકાઉન્ટ ઉપર મિનિમમ બેલેન્સ ન હોવાની સ્થિતિમાં લાગનાર ચાર્જને ખતમ કરવાનો નિર્ણય કરાયો છે. હજુ સુધી મિનિમમ બેલેન્સ ન હોવાની સ્થિતિમાં મેટ્રો શહેરોના ખાતાઓ ઉપર ૫૦થી ૧૦૦ રૂપિયા ઉપરાંત ૧૮ ટકા જીએસટી લાગૂ થતો હતો હવે તે ઘટીને ૩૦થી ૫૦ રૂપિયા થઇ જશે.

Related posts

સેન્સેક્સ અને નિફ્ટી વધઘટ બાદ વધીને સેટલ

editor

રવિ સિઝનમાં વાવેતરનો આંક ઘટ્યો, માત્ર ૬૪૨.૮૮ લાખ હેક્ટર રહ્યો

aapnugujarat

सोने-चांदी की चमक फीकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1