Aapnu Gujarat
બિઝનેસ

પ્રાઈવેટ ઇક્વિટી રોકાણનો આંક ૧૭.૬ અબજ ડોલર

પ્રાઇવેટ ઇક્વિટી (પીઈ) કંપનીઓ દ્વારા વર્ષ ૨૦૧૭ના પ્રતમ નવ મહિનામાં જ ભારતીય કંપનીઓમાં ૧૭.૬ અબજ ડોલરનું મહાકાય મૂડીરોકાણ કરી દીધું છે. પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ રોકાણને લઇને આશાવાદી બનેલી છે. ૨૦૧૫ના ૧૨ મહિનામાં પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ દ્વારા ૧૭.૩ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. વેન્ચર ઇન્ટેલીજન્સ દ્વારા પુરા પાડવામાં આવેલા આંકડા મુજબ આ વર્ષે ૨૦૦ મિલિયન ડોલરની કિંમતના ૨૧થી વધુ મૂડીરોકાણ થઇ ચુક્યા છે જ્યારે ૧૦૦ મિલિયનથી લઇને ૨૦૦ મિલિયન વચ્ચે ૧૫ રોકાણ થઇ ચુક્યા છે. ચાર સેક્ટરો દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યું છે જેમાં ઇન્ટરનેટ, મોબાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ, ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. માત્ર એક જ ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરનાર રોકાણકાર જાપાન સ્થિત સોફ્ટ બેંક દ્વારા કુલ રોકાણ પૈકી ૨૪ ટકા રોકાણની વાત કરી છે. પેટીએમમાં પણ જંગી રોકાણ કરવામાં આવનાર છે. પીઈ કંપનીઓ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭માં પુરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૦૬ ડિલમાં ૫.૭ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે જે જાન્યુઆરી-માર્ચ ૨૦૧૭ બાદ બીજા સૌથી મોટા ત્રિમાસિક ગાળા રોકાણ તરીકે છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં રોકાણની રકમ ૨૦૧૬ના આજ ગાળામાં જે રોકાણ હતું તેના કરતા ૭૩ ટકા વધારે છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં પણ ઉલ્લેખનીય રોકાણ રહ્યું હતું. સોફ્ટ બેંકે ફ્લિપકાર્ટમાં ૨.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. પ્રથમ નવ મહિનામાં પીઈ મૂડીરોકાણ ઉપર નજર કરવામાં આવે તો ૨૦૧૭માં ઇન્વેસ્ટમેન્ટની સંખ્યા ૪૦૨ છે અને ઇન્વેસ્ટમેન્ટનો આંકડો ૧૭.૫૬ અબજ ડોલરનો રહ્યો છે.

 

Related posts

“Nearly impossible” to continue operations, even manage 850 cr salary liability: BSNL to Centre

aapnugujarat

પેટ્રોલ-ડિઝલ ગાડીઓ પર ક્લિન એર સેસ લગાવવા તૈયારી..!!

aapnugujarat

ગૌતમ અદાણીની નેટવર્થ ૩૯ હજાર કરોડ રૂપિયા ઘટી

editor

Leave a Comment

UA-96247877-1