Aapnu Gujarat
બિઝનેસ

૪૨ મોટા શહેરોમાં આવાસ માટેના વેચાણમાં ઘટાડો

માર્કેટમાં મંદીના કારણે આવાસના વેચાણમાં વર્ષ ૨૦૧૭ના જાન્યુઆરી-મે વચ્ચેના ગાળામાં ૪૧ ટકા સુધીનો નોધપાત્ર ઘટાડો થઇ ગયો છે. પ્રોપર્ટીની માંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. નોંટબંધી બાદથી આ સ્થિતી જોવા મળી રહી હોવાનો દાવો પ્રોપ ઇક્વિટી દ્વારા કરવામાં આવ્યો છે.  ૪૨ મોટા શહેરોમાં ૧.૧૦ લાખ આવાસનુ વેચાણ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યુ છે. એક વર્ષ અગાઉના આ ગાળા દરમિયાન આવાસ વેચાણનો આંકડો ૧.૮૭ લાખનો હતો. રિયલ એસ્ટેટ માર્કેટમાં મલ્ટીયર મંદી પ્રવર્તી રહી છે. જેના પરિણામસ્વરૂપે પ્રોજેક્ટ અમલીકરણમાં વિલંબ પણ થઇ રહ્યા છે. પ્રોજેક્ટ અમલીકરણમાં વિલંબ થવાના કારણે કેટલાક કેસોમાં તો આવાસની ખરીદી કરવા માટે મેદાનમાં આવેલા લોકો નારાજગી વ્યક્ત કરીને બિલ્ડરોની સામે કેસ પણ કરી રહ્યા છે. જો કે પોષાય તેવા આવાસના સેક્ટરમાં હવે ધીમી ગતિથી તેજી આવી રહી છે કારણ કે વ્યાજદરમાં ઘટાડો થઇ રહ્યો છે.
સરકારની હિલચાલ અસરકારક સાબિત થઇ રહી છે. લો કોસ્ટ આવાસને ઇન્ફ્રાસ્ટકરનો દરજજો આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે વ્યાજ સબસિડી પણ આપવામાં આવી રહી છે. પ્રોપ ઇક્વિટીના સ્થાપક અને સીઇઓ સમીર જસુજાએ કહ્યુ છેકે જાન્યુઆરી અને મે મહિનાના ગાળા દરમિયાન આવાસના વેચાણમાં ઘટાડો થયો છે. નોટબંધી બાદ વધારે અસર જોવા મળી રહી છે. નવા હોમના લોચમાં પણ ૬૨ ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં નવા આવાસના લોંચનો આંકડો ૭૦૪૫૦નો રહ્યો છે. જ્યારે ગયા વર્ષે આ આંકડો આ ગાળામા ૧૮૫૮૨૦નો રહ્યો હતો. પ્રોપ ઇક્વિટી દ્વારા નોંધણી આધારિત રિયલ એસ્ટેટ આંકડા એકત્રિત કરવામાં આવે છે. ગયા સપ્તાહમાં આવાસ અને ગરીબી નાબદી માટેના પ્રધાન એમ. વેકૈયા નાયડુએ કહ્યુહતુ કે જીએસટી વ્યવસ્થા અમલી બની ગયા બાદ આવાસની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો થનાર છે.

Related posts

पीएमसी बैंक घोटाले में पूर्व चेयरमैन वरयाम सिंह की पुलिस हिरासत १४ अक्टूबर तक बढ़ा दी गई

aapnugujarat

ઇન્ડી ગો અને ગો એર ૬૩૦ ફ્લાઇટ કેન્સલ કરવા તૈયાર

aapnugujarat

પેટ્રોલ – ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી હાલ નહીં ઘટે : ઉંચી કિંમતથી પરેશાની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1