Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૮૨,૬૫૩ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૮૨૬૫૩ કરોડ રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. ઓએનજીસી અને ઇન્ફોસીસ સિવાય બાકીની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબાર દરમિયાન માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૨૨૩૮૫.૫૭ કરોડ ઘટીને ૪૯૫૩૦૦.૫૦ કરોડ થઇ ગઇ છે. એક વખતે આરઆઈએલની માર્કેટ મૂડી ઉલ્લેખનીય આંકડા સુધી પહોંચી ગઈ હતી અને એમ લાગી રહ્યું હતું કે, છ લાખ કરોડ સુધી તેની માર્કેટ મૂડી પહોંચી જશે પરંતુ હાલમાં તેની માર્કેટ મૂડીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. એચયુએલની માર્કેટ મૂડી ગગડીને ૨૫૪૩૫૮.૭૦ કરોડ થઇ ગઇ છે. જ્યારે ટીસીએસની માર્કેટ મૂડી ૧૨૫૦૯.૮૭ કરોડ ઘટીને ૪૬૬૫૧૧.૮૯ કરોડ થઇ છે. આઈટીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૨૦૯૪.૦૫ કરોડ અને ૭૦૩૫.૧૨ કરોડનો ઘટાડો થઇ ગયો છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની મૂડી ઘટીને હવે ૨૭૭૬૫૮.૧૪ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ઘટીને ૪૬૫૯૦૭.૫૧ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં ઓએનજીસીની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૭૯૫૬.૬૧ કરોડ વધીને ૨૧૮૯૯૯.૧૬ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ અને ટીસીએસ બીજા ક્રમાંક ઉપર છે. આ મહિનામાં ત્રીજી વખત સેંસેક્સ અને નિફ્ટીમાં સાપ્તાહિક ઘટાડો ક્રમશઃ ૬૩૯ અને ૧૭૬ પોઇન્ટનો થયો છે.

Related posts

સોના અને ચાંદીમાં ઘટાડો

editor

ઈડીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સુબ્બારાવને પૂછપરછ માટે બોલાવ્યા

aapnugujarat

बाजार में गिरावट, सेंसेक्स 383 अंक लुढ़का और निफ्टी 10948 के स्तर पर बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1