Aapnu Gujarat
મનોરંજન

બિગ બોસમાં સલમાનને ૧ એપિસોડના કુલ ૧૧ કરોડ

બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનને બિગ બોસ-૧૧માં કામ કરવા માટે એક એપિસોડ દીઠ ૧૧ કરોડ રૂપિયા મળી રહ્યા છે. સલમાન ખાન બિગ બોસ-૧૧ની સિઝનમાં પણ હોસ્ટ તરીકે રહેનાર છે. સલમાન ખાનને એક એપિસોડના કેટલા રૂપિયા મળી રહ્યા છે તેને લઇને હાલમાં ભારે ચર્ચા હતી. ગયા વર્ષે એવી ચર્ચા હતી કે સલમાન ખાન કેટલાક કારણોસર બિગ બોસમાં કામ કરનાર નથી. જો કે હવે આ તકલીફનો નિકાલ આવી ગયો છે. હવે સલમાન ખાન એક એપિસોડ દીઠ ૧૧ કરોડ રૂપિયા લઇ રહ્યો હોવાની પાકી વિગત મળી રહી છે. બિગબોસ-૧૧ના લોંચ ઉપર જ્યારે રાજ નાયકને આ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કહ્યું હતું કે, આટલા સસ્તામાં સલમાન ખાન ઉપલબ્ધ બની શકે નહીં. આ શોના ૧૦માંથી આઠ સિઝનને સલમાન ખાને હોસ્ટ કર્યા છે. સલમાનનું માનવું છે કે, પ્રથમ વખતના કાઢી મુકવામાં આવતા લોકોની સાથે ખુબ ખરાબ વર્તન કરવામાં આવે છે. તેનું એમ પણ કહેવું છે કે, પ્રથમ વખત બહાર કાઢવાના રાઉન્ડના લીધે ખુબ જ અંધાધૂંધી ફેલાઈ જાય છે. જ્યારે લોકો એકબીજાને મળવા અને એકબીજાને જાણવા માટેના પ્રયાસ કરે છે ત્યારે કેટલાક લોકો બહાર થઇ જાય છે. તેમને એડજસ્ટ કરવા માટે પણ સમય મળી શકતો નથી. જેની ચાહકો રાહ જોઇ રહ્યા છે તે બિગબોસ-૧૧ સિઝનની શરૂઆત પહેલી ઓક્ટોબરના દિવસથી થઇ ગઇ છે. આ શોની થીમ પડોશીઓ ઉપર આધારિત છે. આ શોમાં ભાગ લેનાર કલાકારોના નામ નક્કી થઇ રહ્યા છે.
હાલમાં જે નામોની ચર્ચા છે તેમાં હિના ખાન, શિલ્પા શિંદે, વિક્રાંત સિહ અને ગૌરવ ગેરાના નામનો સમાવેશ થાય છે. સલમાન ખાનના કારણે આ શોની લોકપ્રિયતા અવિરતપણે વધી છે અને આગામી દિવસોમાં પણ આ શોની લોકપ્રિયતા વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

कंगना के खिलाफ अपराधिक मामला दर्ज

editor

Blackbuck poaching case: Salman Khan remains absent in Jodhpur court

aapnugujarat

अक्षय की २.० और पैडमैन एक साथ रिलीज नहीं होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1