Aapnu Gujarat
મનોરંજન

ટાઇગર અને દિશા વચ્ચેના સંબંધોને લઇને ભારે ચર્ચા

ટાઇગર શ્રોફ અને દિશા પટાની વચ્ચે પ્રેમ સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ટાઇગર અને દિશા એક સાથે રહેવા પણ જઇ રહ્યા છે. જો કે ટાઇગર અને દિશા દ્વારા આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. જો કે જુદા જુદા પ્રસંગે બન્નેના ફોટો સાથે સપાટી પર આવતા રહે છે. બારે ચર્ચા પ્રેમ સંબંધને લઇને શરૂ થયા બાદ હવે નવી નવી વિગતો ખુલી રહી છે. બીજી બાજુ પ્મ સંબંધના હેવાલ આવ્યા બાદ પિતા અને વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા જેકી શ્રોફે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેકીએ કહ્યુ છે કે ટાઇગર હજુ બાળક તરીકે છે. તેની આવી કોઇ યોજના નથી. બીજી બાજુ ટાઇગરની માતા આઇશાએ ટાઇગર અને દિશાના પ્રેમ સંબંધને લઇને કરવામાં આવી રહેલી અટકળો વચ્ચે કહ્યુ છે કે ટાઇગર મોટા ભાગે તેમની સાથે જ રહે છે. જેકીએ કહ્યુ છે કે જો ટાઇગર આ અંગે વિચારે છે તો તેમાં અમને કોઇ વાંધો નથી. જેકીએ કહ્યુ છે કે તમામ લોકો લાફિ પાર્ટનરને શોધે છે. લગ્ન કરે છે. સાથે સાથે સેટલ થાય છે. જો ટાઇગર પણ આ અંગે વિચારે છે તો અમને તેમાં કોઇ વાંધો નથી. ટાઇગરની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ રહી નથી. છેલ્લે રજૂ થયેલી ફ્લાઇંગ જાટ અને અન્ય ફિલ્મો ફ્લોપ રહી છે. ટાઇગર શ્રોફ બોલિવુડમાં ફ્લોપ સ્ટાર તરીકે રહી છે. બોલિવુડમાં બન્ને સ્ટાર નવા છે અને આશાસ્પદ તરીકે પણ દેખાઇ રહ્યા છે. ટાઇગર શ્રોફે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત હિરોપંતિ મારફતે કરી હતી. જે બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મેળવી લેવામાં સફળ રહી હતી. જો કે આ ફિલ્મ બાદ તેની કોઇ ફિલ્મ સફળ સાબિત થઇ નથી. જ્યારે આ ફિલ્મ મારફતે કેરિયર શરૂ કરનાર કૃતિ સનુન બોલિવુડમાં મોટી સ્ટાર તરીકે હવે ઉભરી રહી છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો પણ છે.

Related posts

ઇશા ગુપ્તા બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મો મેળવે છે

aapnugujarat

मेरे जन्मदिन पर छुट्टी होनी चाहिए : उर्वशी रौतेला

aapnugujarat

हुमा के साथ दोबारा हॉरर फिल्म नहीं करूंगा : साकिब सलीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1