Aapnu Gujarat
બિઝનેસ

૨૦૨૧માં ચીનનો ૧૦૦ અબજ ડોલરનો માલ ભારતમાં ઠલવાયો

શાઓમીએ ગોલમાલ કરીને જંગી રકમ ચીનભેગી કરી પણ ચીન સત્તાવાર રીતે પણ ભારતમાં દર વર્ષે અબજાે રૂપિયા લઈ જાય છે. ભારત અને ચીન વચ્ચેના લગભગ ૧૨૫ અબજ ડોલરના વેપારમાં ચીનનો હિસ્સો ૮૦ ટકા છે. મતલબ કે, ચીનમાં આપણે મોકલીએ છીએ તેના કરતાં ત્રણ ગણો માલ ભારતમાં આવે છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૨૦૨૧માં ચીનનો ૧૦૦ અબજ ડોલરનો માલ ભારતમાં ઠલવાયો હતો. ડોલરનો ભાવ ૭૫ રૂપિયા છે તેથી ચીન આપણી પાસેથી ગયા વર્ષે સાડા સાત લાખ કરોડ રૂપિયા લઈ ગયું. સામે ભારતે અઢી લાખ કરોડની નિકાસ કરી.
ભારતીય અર્થતંત્રમાં નાની અને મધ્યમ કક્ષાની ફેક્ટરીઓ એટલે કે માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ)નું મોટું યોગદાન છે. જીડીપીમાં ૩૦ ટકા યોગદાન અને ૧૫ કરોડ લોકોને રોજગારી આપતા એમએસએમઈનો દેશની નિકાસમાં ૫૦ ટકાથી વધારે હિસ્સો છે. અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ એમએસએમઈ સેક્ટર કાચા માલ માટે ચીન પર ર્નિભર છે. ચીનની કુલ નિકાસમાં મોટું પ્રમાણ ઔદ્યોગિક કાચા માલનું છે.
ચીન ભારતમાં ટેલીકોમ ઈન્સ્ટ્‌મેન્ટ્‌સ, કોમ્પ્યુટર હાર્ડવેર, ઈલેક્ટ્રોનિક ગુડ્‌સ, કેમિકલ્સ, પ્રોજેક્ટ ગુડ્‌સ, ડ્રગ્સ ઈન્ટરમીડિયેટ વગેરે ઠાલવે છે. આ કાચો માલ નાની અને મધ્યમ કક્ષાની ઈલેક્ટ્રોનિક્સ એસેમ્બલિંગ કંપનીઓ ખરીદી કરે છે. કંપનીઓ ફિનિશ્ડ ગુડ્‌ઝ બનાવીને મોટા ભાગનો માલ વિદેશમાં વેચે છે.સાવ સસ્તા ભાવે માલ આપી આપીને ચીના ભારતમાં બજાર પર કબજાે કરી નાંખે ને ભારતીયોને સાફ કરી નાંખે પછી ભાવ વધારવાનો ખેલ શરૂ કરી દે છે.
પહેલાનું નુકસાન પણ કવર થઈ જાય એ રીતનો ભાવવધારો કરી દેવાય ને છતાં આપણે કશું કરી શકતા નથી કેમ કે બજારમાં કોઈ સામે હોતું નથી. જખ મારીને આપણે ઉંચા ભાવે માલ લેવો પડે ને ચીનને કમાણી કરાવવી પડે.
ચીનાઓની આ મોડસ ઓપરેન્ડીના કારણે ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રિક ગુડ્‌ઝમાં તો ભારતનાં આખેઆખાં સેક્ટર સાફ થઈ ગયાં છે. હેડફોન્સ, ઈયરફોન્સ, એમ્પ્લિફાયર, સ્પીકર્સ, સ્વિચ વગેરે નાની નાની ચીજાે પહેલાં મેઈડ ઈન ઈન્ડિયા વેચાતી પણ હવે બધું મેઈડ ઈન ચાઈના જ મળે છે.શાઓમી પર તવાઈ આવી છે ત્યારે હવે આવી ગોલમાલ કરતી બીજી ચાઈનીઝ કંપનીઓના ખરાબ ધંધા પર પણ સરકારની નજર પડે તો સારું. ભારતના ઉત્પાદકો અને વેપારીઓને ટકાવવા હોય તો એ જરૂરી છે.
શાઓમીની જેમ ચાઈનીઝ કંપનીઓ કરચોરી પણ મોટા પ્રમાણમાં કરે છે એ જાેતાં દેશની તિજાેરીને પણ લાખો કરોડનું નુકસાન થાય છે. આપણી પરસેવાની કમાણી આપણા દેશનાં વિકાસ કાર્યો માટે વપરાવી જાેઈએ, ચીન તેના પર તાગડધિન્ના કરે એ ના ચાલે એ જાેતાં ચાઈનીઝ કંપનીઓ પર ભીંસ વધારવી જરૂરી છે.

Related posts

ઘઉંનો બફરસ્ટોક પાંચ વર્ષના તળિયે રહેવાના એંધાણ

aapnugujarat

વિવિધ કંપનીઓનો હિસ્સો વેચવા સરકાર ઈચ્છુક

aapnugujarat

भारतीय SMB को सशक्त बना रहा माइक्रोसॉफ्ट

aapnugujarat

Leave a Comment

URL