Aapnu Gujarat
બિઝનેસ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા ગુરુવારે જારી કરાશે

ફિસ્કલ ડેફિસિટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટના આંકડા જાન્યુઆરી મહિના માટેના ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. આ બંને મોટા આર્થિક પરિબળો અર્થતંત્રની સ્થિતિ અંગે સ્પષ્ટ સંકેત આપે છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીના ગ્રોથનો આંકડો ડિસેમ્બર મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. કોલસા, ક્રૂડ અને ખાતર સેક્ટરમાં પણ નિરાશાજનક આંકડા હાલમાં જોવા મળ્યા છે.
ફિસ્કલ ડેફિસિટનો આંકડો ડિસેમ્બર મહિનામાં ખુબ નબળો રહ્યો હતો પરંતુ હજુ પણ બજેટ અંદાજના ૧૧૨.૪ ટકાની આસપાસ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૬.૨૪ લાખ કરોડ રૂપિયાના બજેટ અંદાજની સામે ફિસ્કલ ડેફિસિટનો આંકડો ડિસેમ્બર મહિનામાં ઓછો રહ્યો છે પરંત ુહજુ પણ બજેટ અંદાજમાં ૧૧૨.૪ ટકાની આસપાસ રહ્યો છે. ફાઈનાન્સિયલ માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ મહત્વપૂર્ણ હિલચાલ જોવા મળી શકે છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

ઓક્ટોબરમાં કારના વેચાણમાં મંદી, ટુ-વ્હીલર્સમાં તેજી

aapnugujarat

બિટકોઈનને રેગ્યુલેટ કરવાની દિશામાં સરકાર

aapnugujarat

વિજય માલ્યાએ તેમના વિરુદ્ધ લગાવેલા આરોપોને આખરે પાયાવિહોણા ગણાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1