Aapnu Gujarat
બિઝનેસ

૭ કંપનીની મૂડીમાં ઘટાડો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં સંયુક્તરીતે ૬૭૯૮૦.૬૦ કરોડ રૂપિયા ઘટાડો થઇ ગયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળામાં સૌથી વધુ ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ, એચડીએફસી બેંક, એચયુએલ, આઈટીસી, ઇન્ફોસીસ અને કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ઘટાડો થયો હતો જ્યારે એચડીએફસી, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩૯૪૦૦ કરોડ રૂપિયા સુધી ઘટી ગઈ છે જેથી તેની માર્કેટ મૂડી ૭૨૨૬૭૧.૭૭ કરોડ થઇ છે. ટોપની ૧૦ કંપનીઓ પૈકીની તેની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં ૪૧૪૭.૩ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૨૩૬૭૯૬.૫૬ કરોડ થઇ ગઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૬૯૦૯.૧૫ કરોડ રૂપિયા ઘટીને ૭૮૧૩૦૩.૯૭ કરોડ થઇ છે.
આઈટીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૬૪૫૪.૨૮ અને ૩૬૬૯.૬૭ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંક અને હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ૬૯૬૧.૮૩ કરોડ ઉમેરાયા છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૨૪૧૬૩૩.૮૬ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થયો છે. ટોપ રેંકિંગમાં આરઆઈએલ માર્કટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ઉપર છે ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક, એચયુએલ, આઈટીસી, એચડીએફસીનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૬૩ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. શુક્રવારના દિવસે તેની માર્કેટ મૂડી વધીને ૩૫૮૭૧ની ઉંચી સપાટીએ રહી હતી.

Related posts

વર્ષ ૨૦૨૨ માં જીડીપી વૃદ્ધિ દર ૧૦.૫ ટકા હોઈ શકે છે : શક્તિકાંત દાસ

editor

जियो के ९० प्रतिशत ग्राहकों ने ली प्राइम मेंबरशिपः रिपोर्ट

aapnugujarat

ઉર્જિત પટેલે ૧૯મીએ બેઠક બોલાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1