Aapnu Gujarat
બિઝનેસ

વિજય માલ્યાએ તેમના વિરુદ્ધ લગાવેલા આરોપોને આખરે પાયાવિહોણા ગણાવ્યા

ભાગેડુ લીકરના વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણ કેસ માટે આજે લંડનની કોર્ટમાં પહોંચી ગયા છે. સીબીઆઈની હાજરીમાં આજે અહીં પ્રત્યર્પણ કેસની સુનાવણી શરૂ થશે. આ સુનાવણી વિવિધ ૮ દિવસ ચાલશે અને ૧૪ ડિસેમ્બરે પુરી થશે. વેસ્ટમિંટર કોર્ટમાં રજૂ થતા પહેલાં વિજય માલ્યાએ તેમના ઉપર લાગેલા આરોપોને નકારી દીધા હતા. માલ્યાએ કહ્યું હતું કે, મારા ઉપર લગાવેલા આરોપ ખોટા અને પાયવિહોણા છે. લંડનની કોર્ટમાં આ સુનાવણી ૮ દિવસ સુધી એટલે કે ૧૪ ડિસેમ્બર સુધી ચાલશે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુનાવણી દરમિયાન તપાસ એજન્સીની ટીમ પણ ત્યાં હાજર રહેશે. આ કેસની આગેવાની સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના કરશે. આ કેસમાં બ્રિટનના ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ) ભારતીય ઓફિસરો તરફથી રજૂઆત કરશે. આ પહેલાં છેલ્લે ૨૧ નવેમ્બરે માલ્યા કોર્ટમાં રજૂ થયો હતો. નોંધનીય છે કે, માલ્યા પર ૧૭ બેન્કોના ૯,૪૩૨ કરોડનું દેવુ છે. ધરપકડથી બચવા માટે તે ગયા વર્ષે ૨જીમાર્ચથી દેશ છોડીને ભાગી ગયો છે. ભારતે બ્રિટનને તેના એસ્ક્ટ્રાડીશન માટેની અરજી કરી હતી.પ્રી- ટ્રાયલ દરમિયાન તેમના વકીલે કહ્યું હતું કે, ભારતમાં વિજય માલ્યાને જીવનું જોખમ છે. ત્યારપછી માલ્યાની સુરક્ષા વધારવાની તૈયારી કરવામાં આવી હતી.વેસ્ટમિંટર કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, ૪, ૫, ૬, ૭, ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ ડિસેમ્બરે આ કેસની સુનાવણી કરવામાં આવશે. ડિફેન્સ ટાઈમ ટેબલ પ્રમાણે ૨૪ ડિસેમ્બરે નિર્ણય સંભળાવામાં આવશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પહેલાં કોર્ટે લેખિતામાં દલીલ જમા કરવવા કહ્યું હતું પરંતુ બંને પક્ષ વ્યસ્ત હોવાથી જજે સલાહ આપી છે કે, ઓરલ ક્લોઝિંગ સબમિશનને પુરૂ કરવાની જગ્યાએ જાન્યુઆરીમાં અડધા દિવસની સુનાવણી રાખવામાં આવશે.પહેલી વાર- લંડન એડમિનિસ્ટેશને માલ્યાની રેડ કોર્નર નોટિસનાઆધાર પર પહેલી વાર ૧૮ એપ્રિલે ધરપકડ કરી હતી પરંતુ ત્યારે તેને ૩ કલાકમાં જ જામીન આપી દેવામાં આવ્યા હતા.બીજી વાર- ફરી ૩ ઓક્ટોબરે મની લોન્ડરિંગના બીજા કેસમાં માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે પણ અડઘો કલાકમાં જામીન મળી ગયા હતા.

Related posts

કંપનીઓ નંબર પ્લેટ સાથેની કાર લાવશે : ગડકરી

aapnugujarat

સેન્સેક્સમાં ૩૫૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

ગુગલ તરફથી મુંબઈનાં યુવકને ૧.૨ કરોડનું પેકેજ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1