Aapnu Gujarat
બિઝનેસ

બિટકોઈનને રેગ્યુલેટ કરવાની દિશામાં સરકાર

રેન્સમવેર દ્વારા દુનિયાભરમાં થયેલા સાયબર એટેક બાદ મોદી સરકાર હવે કેટલાંક મહત્ત્વનાં પગલાં ભરવાં જઈ રહી છે. મોદી સરકાર હવે આ સંદર્ભમાં બિટકોઈન (વર્ચ્યુઅલ કરન્સી) અંગે જેમ બને તેમ જલદી નિર્ણય લેવા માગે છે તેનું કારણ એ છે કે દુનિયાભરમાં બિટકોઈનનો હવે ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. સાથે જ રેન્સમવેર એટેકમાં જે લોકોનાં કમ્પ્યૂટર્સ હેક થયાં છે તેમની પાસે પણ બિટકોઈન સ્વરૂપમાં ખંડણી માગવામાં આવી હતી. ડિજિટલ વર્લ્ડ દ્વારા ખંડણી લેવાનું આ એક નવું મોડલ ઊભું થઈ શકે છે.
નાણાં મંત્રાલય દ્વારા મળેલી જાણકારી અનુસાર બિટકોઈન માટે ભારતમાં ક્યો કાયદો હોવો જોઈએ તે અંગે લોકો પાસે ૩૧ મે સુધીમાં અભિપ્રાય માગવામાં આવ્યો છે સરકારની કોશિશ છે કે આ સંદર્ભમાં તાત્કાલિક આરબીઆઈ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે કે જેથી કોઈ ઈમર્જન્સી સ્થિતિ સાથે વધુ સારી રીતે કામ લઈ શકાય.
નાણાં મંત્રાલયે આ માટે બે ઓપ્શન આપ્યા છે. પ્રથમ ઓપ્શન એ છે કે શું ભારતમાં બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીને માન્યતા આપવી જોઈએ એટલે કે બિટકોઈનને એક કરન્સી તરીકે માન્યતા આપીને તેને કાયદેસર બનાવવી જોઈએ. તે હેઠળ કન્ઝ્યુમર પ્રોટેક્શન માટે કેવાં પગલાં લેવાં જોઈએ અને વર્ચ્યુઅલ કરન્સીનું મોનિટરિંગ કઈ ઓથોરિટીને સોંપવું જોઈએ. જ્યારે બીજો ઓપ્શન એ છે કે ભારતમાં વર્ચ્યુઅલ કરન્સીને પ્રતિબંધિત કરી દેવી જોઈએ.

Related posts

એલઆઈસી પીએસબીમાં હિસ્સેદારી વધારવા ઇચ્છુક

aapnugujarat

સરકાર ચાહે તો ફલાઇટમાં પણ સુપર સ્પીડ ઇન્ટરનેટની મજા માણી શકાશે

aapnugujarat

ભારતીય કંપની ટીસીએસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઉટસોર્સિંગ સોદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1