Aapnu Gujarat
બિઝનેસ

ત્રણ વર્ષમાં રોકાણકારની સંપત્તિમાં રૂ. ૫૦ લાખ કરોડનો વધારો

શેરબજારમાં પાછલાં ત્રણ વર્ષમાં ૨૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઈ ચૂક્યો છે, જેના પગલે રોકાણકારની મૂડીમાં ૫૦ લાખ કરોડ કરતાં વધુનો ઉમેરો થયો છે. ટાટા, બીરલા, બજાજ ગ્રૂપની કંપનીઓના શેરની સંપત્તિમાં એક લાખ કરોડ કરતાં વધુનો ઉમેરો થયો છે.
એચડીએફસી, આઇસીઆઇસીઆઇ, એલએન્ડટી, વેદાન્તા, ગોદરેજ, મહિન્દ્રા, હિંદુજા અને આઇટીસી કંપનીના શેરની માર્કેટ કેપમાં પણ જંગી ઉછાળો નોંધાયો છે. શેરબજારના નિષ્ણાતો સરકારનાં પૂરાં થયેલાં ત્રણ વર્ષમાં શેરબજારમાં જોવાયેલા સુધારાને ‘મોદી રેલી’ તરીકે ગણાવી રહ્યા છે.ત્રણ વર્ષમાં બીએસઇ પીએસયુ ઇન્ડેક્સમાં ૩.૬૫ લાખ કરોડનો વધારો નોંધાયો છે. ત્રણ વર્ષમાં સેન્સેક્સમાં ૬,૦૦૦ પોઇન્ટથી પણ વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે તથા આ સમયગાળામાં માર્કેટ કેપમાં ૭૫ લાખ કરોડ રૂપિયાનો વધારો થઇ ૧૨૫ લાખ કરોડની થઇ ગઇ છે. નોંધનીય છે કે શેરબજારમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો પ્રતિ કંપની ૧૦ ટકાથી પણ ઓછો છે, જેના કારણે શેરોમાં જોવા મળેલા ઉછાળાનો ખૂબ જ ઓછો લાભ રિટેલ રોકાણકારોને મળ્યો છે.

Related posts

જીડીપી અને આઈઆઈપીનાં આંક વચ્ચે બજારમાં પ્રવાહી સ્થિતિનાં સંકેત

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૮૨,૬૫૩ કરોડ ઘટી

aapnugujarat

બોગસ કંપની, હવાલા રેકેટ વિરૂદ્ધ ભારતભરમાં દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1