દક્ષિણી કાશ્મીરમાં એક ક્રિકેટ મેચ દરમિયાન પાક અધિકૃત કાશ્મીરનું રાષ્ટ્રગીત ગાવાની બાબત સામે આવી છે. રવિવારે રમવામાં આવેલી ક્રિકેટ ટૂર્નામેન્ટદરમિયાન આ રાષ્ટ્રીગીત ગાવામાં આવ્યું, કહેવામાં આવી રહ્યું છે કે એને ફેસબુક પર લાઇવ પણ કરવામાં આવ્યું.
દક્ષિણ કાશ્મીરમાં પુલવામામાં રમવામાં આવેલા આ હરિફાઇમાં બંને ટીમોએ લીલા રંગની જર્સી પહેરી રાખી હતી, જેમાં તેઓ આઝાદ કાશ્મીરનું રાષ્ટ્રીગીચ ‘વતન હમારા, આઝાદ કાશ્મીર’ ગાતા જોવા મળી રહ્યા છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે એની તપાસ શરૂ કરી છે.
ક્રિકેટ ટૂર્નામેન્ટનો ફાઇનલ પુલવામાં ડિગ્રી કોલેજની પાસે રમવામાં આવી રહ્યો હતો, આ એ જ ડિગ્રી કોલેજ છે જ્યા ઘણી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે.
મેદાનની પાસે જ આતંકીઓનો ગઢ કહેવામાં આવતું કરીમાબાદ ગામ પણ છે. સ્ટેડિયમમાં માત્ર રાષ્ટ્રગીત ગાવવામાં આવ્યું નથી પરંતુ માર્યા ગયેલા આતંકવાદીઓના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા, ત્યાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ પર એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ બાબતે જેડીયૂ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે જેડીયૂ આ બાબતે કડક ટીકા કરે છે. કેસી ત્યાગી બોલ્યા કે આપણી સિક્યોરિટી એજન્સી શું કરી રહી છે, તેમણે કહ્યું કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.
નોંધનીય છે કે આ પહેલા પણ થોડાક સમય પહેલા કાશ્મીરના કંગન જિલ્લામાં એક ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગાયું હતું, ખેલાડીઓએ લીલા રંગની ટીશર્ટ પણ પહેરી હતી, ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ