Aapnu Gujarat
બિઝનેસ

ઓક્ટોબરમાં કારના વેચાણમાં મંદી, ટુ-વ્હીલર્સમાં તેજી

પેસેન્જર વાહનોના વેચાણમાં ઓક્ટોબરમાં તહેવારો જેવો ઉત્સાહ આ વખતે જોવા મળ્યો નથી. સળંગ ત્રણ મહિનાની નકારાત્મક વૃદ્ધિ પછી પણ પેસેન્જર વાહનોનું વેચાણ ઓક્ટોબરમાં માંડ વધ્યું હતું.
ધનતેરસ અને દિવાળી પૂર્વે દ્વિચક્રી વાહનોના વેચાણમાં વધારો થતાં તેણે બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે. બીજી બાજુ કોમર્શિયલ વાહનોના ઉત્પાદકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ભારે કામગીરીના કારણે ટ્રેન્ડથી વિપરીત જઈને નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી હતી. માળખાકીય કામકાજમાં વધુ ને વધુ ટ્રકોની માંગના લીધે તેઓ આ વૃદ્ધિ નોંધાવવામાં સફળ રહ્યા હતા.
ઓક્ટોબરના અંતે પેસેન્જર વાહનનું વેચાણ ૨.૮૨ લાખ એકમ થયું હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ૨.૭૭ લાખ એકમની તુલનાએ માંડ ૧.૫થી બે ટકાનો વધારો દર્શાવે છે.ટોચના છમાંથી પાંચ દ્વિચક્રી વાહન ઉત્પાદકોએ ઓક્ટોબરમાં ૧૭.૨ લાખ એકમના વેચાણ સાથે ડિસ્પેચમાં ૧૬ ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાવી છે.
ટોચના ચાર ટ્રક ઉત્પાદકોએ ૨૧.૬૨ ટકાની વૃદ્ધિ નોંધાવતી ૮૪,૦૪૩ ટ્રકનું વેચાણ કર્યું હતું.ઈંધણના વધતા ભાવ, ઊંચા વ્યાજદર અને વીમાખર્ચમાં વધારો થવાના લીધે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીનો વૃદ્ધિદર પણ ખોટકાયો હતો. તેણે ઓક્ટોબર ૨૦૧૮માં ફક્ત ૧.૩૫ લાખ વાહનોનું જ વેચાણ કર્યું હતું. કંપની નવી પેઢીનાં વાહનો તરફ ટ્રાન્સફર થવાના લીધે અર્ટિગાના વેચાણને અસર થઈ હતી.મારુતિ સુઝુકીની હરીફ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા નવી સેન્ટ્રોની આગેવાની હેઠળ ૫૨,૦૦૦ એકમનું વેચાણ નોંધાવવામાં સફળ રહી હોવા છતાં પણ તેની વૃદ્ધિ ફક્ત પાંચ ટકા રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા હોન્ડા કાર્સના વેચાણના આંકડા સ્થિર રહ્યા હતા.
નવા મોડલના ટેકાથી ટાટા મોટર્સ અને ફોર્ડ ઇન્ડિયાને દ્વિઅંકી દરે વૃદ્ધિ નોંધાવવામાં સફળતા મળી છે.ક્રિસિલ રિસર્ચના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં પેસેન્જર વાહનવૃદ્ધિનું કારણ ગયા વર્ષના ઓક્ટોબરનો નીચો વૃદ્ધિદર હતું અને તેના તહેવારોની સીઝન મહિનો પાછો ઠેલાઈ હતી.માલિકીનો ખર્ચ વધી રહ્યો છે, જે ૨૦૧૮-૧૯માં ૮થી ૯ ટકા થવાનો અંદાજ છે, જેની છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ બેથી ચાર ટકા હતી.

Related posts

आईसीआईसीआई ने विदड्रॉअल पर चार्ज लगेगा

aapnugujarat

દુનિયાના ટોપ-૨૦ ધનિક લોકોની યાદીમાં ગૌતમ અદાણીની એક્ઝિટ

editor

दिवालिया हो सकती है DHFL

aapnugujarat

Leave a Comment

UA-96247877-1