Aapnu Gujarat
બિઝનેસ

દુનિયાના ટોપ-૨૦ ધનિક લોકોની યાદીમાં ગૌતમ અદાણીની એક્ઝિટ

અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની ૬ મુખ્ય કંપનીઓ પૈકી ૩ કંપનીઓના શેરના ભાવ સતત ગગડી રહ્યા છે. બુધવારે આ ગ્રૂપની બીજી કંપનીઓને પણ નુકસાન થયુ હતુ. જેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી રહી છે. એક મીડિયા ગ્રૂપના રિપોર્ટ પ્રમાણે અદાણીની નેટવર્થ હવે ૫૯.૭ અબજ ડોલર રહી છે. શેરના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે તેમની નેટ વર્થમાં ૧૭ દિસમાં ૧૭ અબજ ડોલરનો ઘટાડો થયો છે.રૂપિયામાં ગણીએ તો તેમની સંપત્તિમાં ૧.૨૮ લાખ કરોડ રૂપિયાનુ ધોવાણ થયુ છે.જેના પગલે તેઓ દુનિયાના ટોપ ૨૦ ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર નીકળી ગયા છે.
રિપોર્ટ પ્રમાણે અદાણી ધનિકોના લિસ્ટમાં પહેલા ૧૯મા ક્રમે હતા.હવે તેઓ ૨૧મા ક્રમે જતા રહ્યા છે.અદાણી ગ્રૂપની તમામ ૬ કંપનીઓના શેરના ભાવમાં બુધવારે ઘટાડો જાેવા મળ્યો હતો.જેમાં અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં ૦.૯ ટકા, અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં ૫ ટકા, અદાણી ટોટલ ગેસના શેરોમાં પાંચ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૧.૧૦ ટકા, અદાણી પોર્ટના શેરમાં ૧.૦૨ ટકા અને અદાણી પાવરના શેરમાં ૨.૭૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગૌતમ અદાણી ગયા મહિને સફળતાની ટોચ પર હતા.તેમની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી દેખાઈ રહી હતી. જેના પગલે ૧૪ જૂને તેમની નેટવર્થ ૭૭ અબજ ડોલર પર પહોંચી ગઈ હતી અને એક તબક્કે તેઓ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી દે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે તેઓ એશિયાના ધનિક લોકોના ક્રમમાં બીજા ક્રમે આવી ગયા હતા.
જાેકે એ પછી અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો છે. હાલમાં પણ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે કાયમ છે. બુધવારે તેમની નેટવર્થમાં ૭૧ કરોડ ડોલરનો વધારો થયો છે.

Related posts

સ્પાઇસજેટની ઓફર : ૭૬૯ રૂપિયામાં વિમાનની યાત્રા

aapnugujarat

દેશનો જીડીપી ગ્રોથ ચાલુ વર્ષે -૭.૭% રહેશે : રિપોર્ટ

editor

सुप्रीम कोर्ट ने NBCC से मांगे सुझाव, पूछा- आम्रपाली के बिना बिके फ्लैटों को कैसे बेचा जाए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1