Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્ર સરકારની નિષ્ફળતાને પરિણામે મોંઘવારી વધી છે : આરએસપીનો આક્રોશ

ભારત અને ગુજરાત સરકારે ચૂંટણી દરમ્યાન પ્રજાને કોથળા ભરી ભરીને વચનોની વણઝાર સર્જી હતી. ચૂંટણી થઇ ગયા પછી પ્રજા આશા રાખીને બેઠી છે પણ આશા ઠગારી નિવડી હોય તેવો અહેસાસ પ્રજાને થઇ રહ્યો છે. નવી નવી સમસ્યા સર્જાઈ રહી છે. રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી ના અઘ્યક્ષ એસ.યુ.ચતુર્વેદીએ આજે પત્રકાર પરિષદમાં આ મુજબના આક્ષેપો કર્યા હતા. ચતુર્વેદીએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ ં હતુ કે પ્રજાના હાલ બેહાલ છે. મોંઘવારીએ માઝા મૂકી છે. સામાન્ય વ્યકિતનું જીવન મુશ્કેલ રૂપ બની ગયું છે. ભારતની વિદેશ નિતી નુકશાન કારક છે. ચીન સાથે વેપાર કરીને તેને લાભ થાય તેવી નીતિ સરકારની છે. કરોડોનો માલ ચીનથી ખરીદવાનું બંધ કરવુ જોઇએે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં અનામત એટ્રોસીટી કાયદા અંગે અગાઉ બંધનું એલાન અપાયુ છતા સરકાર જાગૃત ન થતા દેશમાં અંધાધુંધી ફેલાઇ છે. વડાપ્રધાનના વિદેશ પ્રવાસ અંગે ટીકા કરતા તેમણે જણાવ્યુ કે વિદેશમાં વડાપ્રધાન ફર્યા કરે છે દેશની ચિંતા કરતા નથી. લોકોની પાયાની જરુરીયાત રોટી-કપડા ઔર મકાન છે. ખાઘ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે , દરેકને સસ્તુ મકાન આપવાની સ્વપ્ન જેવુ લાગે છે. તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા ડેમ હોવા છતા પીવાના પાણીની સમસ્યા સરકારે હાથે કરીને પેદા કરી છે. તેવું સ્પષ્ટ લાગે છે. જગતનો તાત ખેડુત પરેશાન છે. ભારતનું અભીન્ન અંગ ગણાતું કાશ્મીરની સમસ્યા હલ થવાને બદલે વિસ્ફોટક બનતી જાય છે. રોજ આપણા સૈનીકેો શહીદી વ્હોરી રહ્યા છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, નોટબંઘી, જીએસટી સદંતરી નિષ્ફળ અને સમસ્યા વઘારનારા બની ગયો છે. તાજેતરમાં બેંકોમાં જે કૌભાંડ થઇ રહ્યું છે તેમાં ગરીબ અને આમ જનતાના પૈસા બેંકમાં છે.
બેંક પર લોકોનો વિશ્વાસ ઉઠી જશે તેથી બેંક લૂંટારાઓને પકડો. માલ્યા અને મોદીને ભારત પરત લાવો. ગુજરાતના ગણ્યા ગાંઠ્યા પાંચ-છ ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવું કાર્ય થઈ રહ્યું છે. પ્રજા પરેશાન છે. ભાજપની નીતિ અલગાવવાદી છે. જે દેશને વિભાજીત કરવાનું કામ કરે છે. જાતિવાદી, વંશવાદ કરીને ટૂકડા કરે છે. ભારત ઉપર દેવુ દશ વર્ષમાં દશ ગણું થઈ ગયું છે.

Related posts

વિજય રૂપાણી જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા છે

aapnugujarat

રાજ્યમાં ૨૨ ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે

aapnugujarat

વડોદરા ચિંતન શિબિર : ગુજરાત માળખાગત વિકાસમાં અગ્રેસર : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1