Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૨૨ ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે

ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પણ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય બાદ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હવે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરી છે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ૨૨ ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે. આ વર્ષે ઠંડીનું મોજું લાંબું ચાલશે. જોકે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય ત્યારે કડકડતી ઠંડી પડે છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાવવાનું શરૂ થાય ત્યાર બાદ લઘુતમ તાપમાન ઘટવાનું શરૂ થાય છે. પરંતુ હાલ તો બેવડી ઋતુનો અહેસાસ થશે અને ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે.
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદ નહીવત પ્રમાણમાં જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. સાઉથ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધી શકે છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, નવેમ્બર સુધી બેવડી ઋતુનો એહસાસ થશે કારણ કે, લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા જ ગરમીનો અનુભવ થાય છે. રાજ્યમાં હાલ ઉત્તર -ઉતરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી ૫ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી પર નોંધાઇ રહ્યું છે. લઘુતમ તાપમાન ૨૫ ડીગ્રી આસપાસ નોંધાયું છે.
જોકે, છેલ્લા ૧૨ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૪ થી ૫ ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૫.૪ ડીગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન ૨૫.૫ ડીગ્રી નોંધાયું હતું.

Related posts

HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દત ત્રણ મહિના વધી

aapnugujarat

शाहीबाग के पास नमस्ते सर्कल के निकट लक्जरी बस की चपेट में आए बाइक चालक युवक की मौत

aapnugujarat

અમદાવાદમાં ૭૪ કરોડના ખર્ચે બનશે ફોરલેન રેલવે ઓવરબ્રિજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1