Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેર પર ગ્લોબલ વોર્મિંગની અસર : મહત્તમ તાપમાનમાં ૦.૯ ડીગ્રી સેલ્સિયસનો વધારો

દેશમાં દિલ્હી પર સર્જાયેલા પર્યાવરણને લઈને ખતરા બાદ હવે અમદાવાદ શહેર ઉપર પણ ગ્લોબલ વોર્મિંગ સહિત ઘટતા જતા ગ્રીન કવરને લઈને પર્યાવરણ ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે ઉપરાંત શહેરમાં મોટાભાગના દિવસોમાં અમદાવાદનુ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી સેલ્સીયસ રહેતુ હોવા સામે જાણીતા પર્યાવરણવિદ દ્વારા ચેતવણી ઉચ્ચારવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદની મુલાકાતે આવેલા જાણીતા પર્યાવરણવિદ અને યુ.એન.ની પેનલના સભ્ય એવા ડો.આદમ ફ્રેંચ એક કાર્યક્રમમા ભાગ લેવા આવ્યા હતા.જ્યાં તેમણે અમદાવાદ શહેર વિશે વિગતો આપતા કહ્યુ કે,અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં છેલ્લા ૪૦ વર્ષમાં ઘણો ચિંતાજનક વધારો થવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં વર્ષ-૧૯૭૫ થી લઈને વર્ષ-૨૦૧૪ સુધીમાં મહત્તમ તાપમાનમાં ૦.૯ ડીગ્રી સેલ્સીયસ જેટલો વધારો થયો હોવાનુ કહેતા તેમણે ઉમેર્યુ કે,અમદાવાદ જેવા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાનના અભ્યાસ ઉપરથી એવુ જોવા મળ્યુ છે કે,શહેરમાં મહત્તમ તાપમાન હોય એવા દિવસોની સંખ્યામા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.અમદાવાદ શહેરમાં વર્ષ-૧૯૭૫ના વર્ષમાં જ્યાં મહત્તમ તાપમાન હોય એવા દિવસોની સંખ્યા ૭૫ દિવસ હતી ત્યાં આ સંખ્યા વર્ષ-૨૦૧૪ના વર્ષમાં વધીને ૧૦૪ ઉપર પહોંચવા પામી છે.તેમણે હાલની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરતા કહ્યુ કે,સૌએ વૈકલ્પિક એવા ઉર્જા સ્તોત્રો વિશે વિચારવાનો સમય આવી ગયો છે તેમણે સોલાર અને વિન્ડ પાવર એનર્જી જેવા સ્તોત્રના વિકાસ ઉપર ભાર મુકવાની સાથે અમદાવાદ શહેરમા પર્યાવરણની જાળવણી માટે ગ્રીન કવર વધે એ દિશામા પ્રયાસ કરવા ઉપર પણ ભાર મુકયો હતો.અમદાવાદ શહેરમાં જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો વર્ષ-૨૦૫૦ સુધીમા અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં બે ડીગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવા અંગે પણ ચેતવણી આપી હતી.

Related posts

ખંડણી કેસ : નરોડા પોલીસની ટીમ મનીષાને પકડવા કચ્છમાં

aapnugujarat

હાફુસ-કેસર કેરીના ભાવ ઉંચા રહેવાના સંકેત

aapnugujarat

બનાવટી શરાબ બનાવવાની ફેકટરીનો પર્દાફાશ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1